22 January, 2025 11:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પાઇપલાઇનમાં ભંગાણ
મુંબઈને પાણી પૂરું પાડતાં સાત જળાશયોમાંના એક તાનસા જળાશયની પાઇપલાઇનમાં જોગેશ્વરી–મુલુંડ લિન્ક રોડ પર પવઈ બ્રિજ પાસે ગઈ કાલે કાણું પડતાં પાણીનું ગળતર થયું હતું. \ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા આ લીકેજનું તાત્કાલિક સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. BMCના હાઇડ્રૉલિક ડિપાર્ટમેન્ટના ચીફ એન્જિનિયર પુરુષોત્તમ માલવદેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રિપેરિંગ કરતાં ૨૪ કલાકનો સમય લાગી શકે એમ છે. એથી આજે એસ વૉર્ડ, કે-ઈસ્ટ વૉર્ડ, જી-નૉર્થ વૉર્ડ અને એચ-ઈસ્ટ વૉર્ડના મોટા ભાગના વિસ્તારોમાં પાણી નહીં આવે. જોકે અમારા સ્ટાફે ગઈ કાલ સાંજ સુધીમાં મોટા ભાગનું કામ પતાવી દીધું હતું.’
આજે ક્યાં પાણી નહીં આવે?
એસ વૉર્ડ : ગૌતમનગર લોઅર લેવલ, જય ભીમનગર, BEST નગર, ફિલ્ટરપાડા, ગાવદેવી, પઠાણવાડી, મહાત્મા ફુલે નગર, મોરારાજી નગર, આરે રોડ, મિલિંદનગર અને L &T વિસ્તાર.
કે-ઈસ્ટ વૉર્ડ : ઓમનગર, સહાર ગાંવ, જે. બી. નગર, લેલેવાડી, મરોલ, કદમવાડી, શિવાજીનગર, સેવન હિલ્સ હૉસ્પિટલ વિસ્તાર, ચીમટપાડા, તાકપાડા, સાગબાગ, તરુણ ભારત, ચકાલા, કબીરનગર, બામન વાડા, મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ ઑથોરિટી (MIDC) અંધેરી.
જી-નૉર્થ વૉર્ડ : ધારાવી.
એચ-ઈસ્ટ વૉર્ડ : બેહરામપાડા, બાંદરા ટર્મિનસ.