17 January, 2023 01:10 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન (Thane Municipal Corporation)એ સોમવારે જણાવ્યું હતું ક, બુધવાર ૧૮ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ થાણેના કેટલાક ભાગોમાં પાણી પુરવઠાને અસર થશે. પાલિકા `STEM` જળ સત્તા હેઠળ જાળવણી કાર્ય હાથ ધરશે.
એક અખબારી યાદીમાં થાણે મ્યુનિસિપલ કોર્પોરેશને જણાવ્યું હતું કે, NH-3 નજીક પાણીના લીકેજને દૂર કરવા, મુખ્ય પાણી પુરવઠાણી ચેનલ પર લોધાધામ નજીકના લિકેજને દૂર કરવા, સાકેત પુલ પર મુખ્ય પાણીની ચેનલ પર વેક્યૂમ એર વાલ્વ સ્થાપિત કરવા, નવા નાખવામાં આવેલા ૧૧૬૮ એમએમથી ઈન્દિરાનગર, પાણીની ચેનલોને મુખ્ય પાણીની ચેનલ સાથે જોડવી, પાણી પુરવઠામાં આવશ્યક દૈનિક જાળવણી અને સમારકામ વગેરે કામગીરી હાથ ધરવામાં આવશે. પાલિકાએ જણાવ્યું હતું કે, જાળવણી અને સમારકામની કામગીરી માટે STEM વોટર ઓથોરિટીની યોજના હેઠળ પાણી પુરવઠો બંધ કરવામાં આવશે.
આ પણ વાંચો - મોબાઇલ ચાર્જ કરી લેવા, પાણીની ટાંકી ભરી લેવી
થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકી હેઠળ વિવિધ વિદ્યુત અને સ્થાપત્ય કાર્યોને કારણે ઘોડબંદર રોડ, લોકમાન્યનગર, વર્તકનગર, સાકેત, રિતુ પાર્ક, જેલ, ગાંધીનગર, રૂસ્તમજી, સિદ્ધાચલ, ઇન્દિરાનગર, રૂપદેવી, શ્રીનગર સમતાનગર, સિદ્ધેશ્વર, ઇટર્નિટી વગેરે સ્થળોએ ધવારે સવારે નવ વાગ્યાથી ગુરુવારે સવારે નવ વાગ્યા સુધી પાણી કાપ રહેશે. મુંબ્રા અને કલવાના કેટલાક વિસ્તારોમાં ચોવીસ કલાક માટે પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે આ કાપના કારણે પાણી પુરવઠો પૂર્વવત નહીં થાય ત્યાં સુધી આગામી એકથી બે દિવસ સુધી પાણી પુરવઠાનું દબાણ ઓછું રહેવાની શક્યતા છે.