19 November, 2024 04:22 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સિદ્ધિવિનાયક મંદિર (ફાઇલ તસવીર)
દેશના અનેક પ્રખ્યાત મંદિરો, સ્થળો સાથે કેટલીક જમીનો પર પણ વક્ફ બોર્ડ (Waqf board claims Siddhivinayak Mandir) દ્વારા પોતાની માલિકીનો દાવો કરવામાં આવી રહ્યો છે. વક્ફ બોર્ડ દ્વારા ચાલી રહેલા આ ગેરપ્રકારને રોકવા માટે ભારત સરકાર પ્રયત્નો કરી રહી છે. જોકે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મુંબઈના એક સૌથી પ્રખ્યાત મંદિર પર પણ વક્ફ બોર્ડે દાવો કર્યો છે. સોશિયલ મીડિયા પર કરવામાં આવેલા દાવાને લઈને હવે નવો વિવાદ શરૂ થયો છે.
મહારાષ્ટ્રના મુંબઈમાં દાદર ખાતે આવેલું પ્રખ્યાત શ્રી સિદ્ધિવિનાયક મંદિર (Waqf board claims Siddhivinayak Mandir) દરેક હિન્દુઓના પૂજ્ય દેવતા ગણપતિ બાપ્પાનું મંદિર છે. સિદ્ધિવિનાયક મંદિર મુંબઈનું ગૌરવ હોવાથી વક્ફ બોર્ડ શ્રી સિદ્ધિવિનાયક મંદિર પર કંઈ કરશે નહીં. એવો એક વીડિયો દ્વારા આ મામલાની માહિતી આપી છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દેખાતી વ્યક્તિ શ્રી સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટના ખજાનચી આચાર્ય પવન ત્રિપાઠી હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.
સોશિયલ મીડિયા પર અનેક એવી પોસ્ટ કરવામાં આવી છે કે જેમાં કહેવામાં આવ્યું છે કે રાજ્ય અને દેશમાં વક્ફ બોર્ડે છત્રપતિ શિવાજી મહારાજના (Waqf board claims Siddhivinayak Mandir) કિલ્લાઓ અને મંદિરો પર દાવો કર્યો છે. એ જ રીતે પવન ત્રિપાઠીએ હવે પોતાના વીડિયો દ્વારા કહ્યું છે કે “આ દરેક અહેવાલો ખોટા છે કે વકફ બોર્ડે મુંબઈના શ્રી સિદ્ધિવિનાયક મંદિર પર કોઈ દાવો કર્યો નથી.” તેમણે કહ્યું કે દાદરમાં સ્થિત શ્રી સિદ્ધિવિનાયક મંદિર માત્ર દેશમાં જ નહીં પરંતુ વિશ્વમાં પણ આસ્થાનું સ્થાન છે. શ્રી સિદ્ધિવિનાયક મંદિર મુંબઈનું ગૌરવ અને આનંદ છે. પવન ત્રિપાઠીએ પોતાના વીડિયો દ્વારા કહ્યું છે કે આ કારણે શ્રી સિદ્ધિવિનાયક મંદિર પર કોઈ દાવો નહીં કરી શકે.
દરમિયાન, રાજ્ય અને દેશમાં વક્ફ બોર્ડે હિન્દુ ધાર્મિક (Waqf board claims Siddhivinayak Mandir) સ્થળો અને છત્રપતિ શિવાજી મહારાજના કિલ્લા પર દાવો કર્યો છે. આ દરમિયાન વક્ફે વિશાલગઢ પર દાવો કર્યો છે અને વિવાદ હજુ પણ ચાલુ છે. આ સમયે ઘણા હિન્દુઓએ વિશાલગઢ જઈને આ લૅન્ડ જેહાદનો વિરોધ દર્શાવ્યો હતો. થોડા દિવસો પહેલા, વક્ફે અહિલ્યાનગર જિલ્લાના માડી ખાતેના કાનિફનાથ મંદિર અને મંદિરની આસપાસની કુલ 40 એકર જમીન પર દાવો કર્યો છે. અહેવાલ છે કે દેશમાં રેલવે ક્ષેત્ર સિવાય મોટાભાગની સંપત્તિ વકફની છે, એવા પણ અનેક દાવા કરવામાં આવ્યા છે. જ્યારે કાનિફનાથ મંદિરને તોડીને દરગાહમાં ફેરવવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે મામલો વધુ વકર્યો છે જેને પગલે હવે આ મામલો ટ્રિબ્યુનલ કોર્ટમાં પહોંચ્યો છે અને વકફ ટ્રિબ્યુનલ તેની સમીક્ષા કરી રહી છે. મંદિરની રચનામાં કોઈપણ ફેરફાર કરવા પર પ્રતિબંધ છે. આ ઉપરાંત, મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક ગ્રામ પંચાયતના 19 સભ્યોને સ્થળ પર જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.