મહારાષ્ટ્રના આ પ્રખ્યાત મંદિરની જમીન પર વકફ બોર્ડે કર્યો દાવો, દરગાહ બનાવવાનો પ્રયત્ન થતાં રાજ્યમાં વિવાદ

28 October, 2024 09:42 PM IST  |  Ahmednagar | Gujarati Mid-day Online Correspondent

Waqf Board claims 40 acers land of Maharashtra’s Kanifnath Temple: કનિફનાથ મંદિર ટ્રસ્ટે દાવો કર્યો છે કે તેમની પાસે આ જમીનની માલિકી સાબિત કરવા માટેના ઐતિહાસિક દસ્તાવેજો છે જે બ્રિટિશ કાળના છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યમાં એક નવો વિવાદ શરૂ થશે એવું જણાઈ રહ્યું છે. આ મામલો ધાર્મિક હોવાને લીધે તે વધુ ગરમાય તેવી મોટી શક્યતાઓ છે. રાજ્યના કનિફનાથ મંદિરના (Waqf Board claims 40 acres land of Maharashtra’s Kanifnath Temple) આસપાસની 40 એકર જેટલી જમીનને લઈને વિવાદ ઉભો થયો છે. વકફનો દાવો છે કે જે જમીન પર કાનિફનાથ મંદિર બનેલ છે તે જમીન અહમદનગરની એક દરગાહની છે. વકફ બોર્ડએ દાવો કર્યો છે કે તે 2005માં વકફ એક્ટ હેઠળ નોંધાયેલું હતું. કનિફનાથ મંદિર ટ્રસ્ટે દાવો કર્યો છે કે તેમની પાસે આ જમીનની માલિકી સાબિત કરવા માટેના ઐતિહાસિક દસ્તાવેજો છે જે બ્રિટિશ કાળના છે.

કનિફનાથ મંદિરની જમીન પર વકફ બોર્ડના  (Waqf Board claims 40 acres land of Maharashtra’s Kanifnath Temple) દાવાની ઘટના ત્યારે સામે આવી જ્યારે અહીં બોર્ડ લગાવવામાં આવ્યું હતું. આ બોર્ડમાં લખ્યું છે કે આ જમીન વકફ બોર્ડની છે. અહીં મંદિરના ટ્રસ્ટીઓ ઐતિહાસિક દસ્તાવેજોને ટાંકીને જમીન પર પોતાનો દાવો રજૂ કરી રહ્યા છે. કનિફનાથ મંદિરના ટ્રસ્ટી શ્રીહરિ આંબેકરે જણાવ્યું હતું કે, `શંકરભાઈની પત્ની બિબનને કેરટેકર તરીકે જમીન આપવામાં આવી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે 2005માં કેટલાક સ્થાનિક મુસ્લિમોએ વકફ ઍક્ટનો દુરુપયોગ કરીને આ જમીનને વકફના નામે કરાવી લીધી હતી. અમારા ટ્રસ્ટ પાસે પૂર્વ-બ્રિટિશ યુગના દસ્તાવેજો છે જે અમારી માલિકીનું સમર્થન કરે છે, જેને રાહુરીની જિલ્લા અદાલતે સ્વીકાર્યું છે.

આંબેકરે વધુમાં જણાવ્યું હતું કે “2005માં મુસ્લિમ સમુદાયના (Waqf Board claims 40 acres land of Maharashtra’s Kanifnath Temple) સ્થાનિક રહેવાસીઓએ વકફ કાયદાના મૂળભૂત નિયમોનું ઉલ્લંઘન કરીને નોંધણી પ્રક્રિયામાં કથિત રીતે છેડછાડ કરી હતી. હાલના હિતધારકોને યોગ્ય પ્રક્રિયા અને સૂચના જરૂરી છે પરંતુ તેનું પાલન કરવામાં આવ્યું ન હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે મંદિરના ટ્રસ્ટીઓને નોંધણી વિશે જાણ કરવામાં આવી ન હતી, જેના કારણે તણાવ વધી ગયો છે.

જ્યારે મંદિરને તોડીને દરગાહમાં ફેરવવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે મામલો વધુ વકર્યો છે જેને પગલે હવે આ મામલો ટ્રિબ્યુનલ કોર્ટમાં પહોંચ્યો છે અને વકફ ટ્રિબ્યુનલ તેની સમીક્ષા કરી રહી છે. મંદિરની રચનામાં કોઈપણ ફેરફાર કરવા પર પ્રતિબંધ છે. આ ઉપરાંત, મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક ગ્રામ પંચાયતના 19 સભ્યોને સ્થળ પર જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વકફ બોર્ડે કર્ણાટકના (Waqf Board claims 40 acres land of Maharashtra’s Kanifnath Temple) વિજયપુરા ગામની 1,200 એકર ખેતીની જમીન પોતાની માલિકી હોવાનો દાવો કર્યાના એક દિવસ બાદ આ નવો દાવો થયો છે. ગુરુવારે, 24 ઑક્ટોબરે, કર્ણાટકના વિજયપુરા જિલ્લાના ખેડૂતોને નોટિસ મળ્યા બાદ, જિલ્લા પ્રભારી મંત્રી એમ.બી. પાટીલે દર્શાવ્યું હતું કે તેમની જમીનો વકફ બોર્ડની છે.

maharashtra news maharashtra assembly election 2024 jihad hinduism ahmednagar