વસઈ-વિરારમાં પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ

25 January, 2025 03:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વસઈ-વિરારના નાગરિકોને પીવાનું પાણી મળી શકે એ માટે ગઈ કાલે વસઈ-વિરાર મ્યુનિસિપલ કૉર્પોરેશન (VVMC) દ્વારા અધિકારીઓની ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું

પ્રતીકાત્મક તસવીર

વસઈ-વિરારના નાગરિકોને પીવાનું પાણી મળી શકે એ માટે ગઈ કાલે વસઈ-વિરાર મ્યુનિસિપલ કૉર્પોરેશન (VVMC) દ્વારા અધિકારીઓની ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સરકારની જલ જીવન મિશન, હર ઘર જલ યોજના અને અમૃત યોજના હેઠળ કેટલું કામ થયું અને કેટલું બાકી છે એની સમીક્ષા કરવામાં આવી હતી.

VVMCની આ બેઠકમાં લોકોને ક્લીન પીવાનું પાણી મળી શકે એ માટે સરકારની વિવિધ સ્કીમ હેઠળ શરૂ કરવામાં આવેલાં કામ ક્યાં સુધી પહોંચ્યાં અને કેટલું કામ બાકી છે, કઈ રીતે આ કામ ઝડપથી પૂરું કરી શકાય, એને પૂરું કરવામાં શું સમસ્યાઓ આવી રહી છે, એનો ઉકેલ કઈ રીતે લાવી શકાય એના વિશે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

વસઈ તાલુકામાં મબલખ પ્રમાણમાં પાણીના સ્રોત હોવા છતાં ઘણાં ગામ, આદિવાસી વિસ્તારો અને વસઈની હાઉસિંગ સોસાયટીઓમાં પૂરતા પ્રમાણમાં લોકોને પાણી નથી મળી રહ્યું અને તેમણે વૉટર-કટનો સામનો કરવો પડે છે. ઉપરોક્ત બેઠકમાં વસઈ-ઈસ્ટ અને વેસ્ટમાં પાઇપલાઇન નાખવાનું કામ ક્યારે પૂરું થશે એની અધિકારીઓને માહિતી આપવા અને એ માટે ડેડલાઇન નક્કી કરવાનું કહેવામાં આવ્યું હતું. એ સિવાય વિવિધ સ્કીમો હેઠળ કામ કેમ બાકી છે અને પાણીનું યોગ્ય ડિ​સ્ટ્રિબ્યુશન કઈ રીતે કરી શકાશે એની અધિકારીઓની સાથે ચર્ચા કરી ઉકેલ લાવવા જણાવવામાં આવ્યું હતું.

vasai virar city municipal corporation Water Cut vasai virar mumbai water levels news mumbai mumbai news