03 February, 2023 05:33 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
વોડાફોન-આઇડિયા નેટવર્ક (VI Network)ના ગ્રાહકોને નેટવર્ક સંબંધિત મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ પ્રકારની ફરિયાદો મુંબઈમાં અનેક જગ્યાએ VI નેટવર્કનો ઉપયોગ કરતાં ગ્રાહકો તરફથી કરવામાં આવી છે. આને લઈને યૂઝર્સે સોશિયલ મીડિયા પર ફરિયાદ પણ કરી છે, સર્વર ડાઉન હોવાને કારણે તે નેટવર્ક એક્સેસ કરી શકતા નથી. નેટવર્ક ડાઉન હોવાથી અનેક લોકોના કામમાં પણ મુશ્કેલી નડી છે.
સોશિયલ મીડિયા પર આને લઈને અનેક યૂઝર્સે ટ્વીટ કરીને ફરિયાદ કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે VI નેટવર્ક સેવા ડાઉન છે જ્યારે અનેકે નેટવર્ક ન આવવાની ફરિયાદ કરી છે. ટ્વિટર પર આને લઈને ચર્ચા થઈ રહી છે. જો કે, આને લઈને અત્યાર સુધી કંપની તરફથી આ સંબંધે કોઈ માહિતી મળી શકી નથી. નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં અનેક જગ્યાએ VI નેટવર્ક સ્લો હોવાના સમાચાર આવી રહ્યા છે.
એક યૂઝરે લખ્યું, મારું #VodafoneIdea #VI એક કલાકથી કામ નથી કરી રહ્યું, મુંબઈ સર્કલમાં બીજા કોઈને પણ આ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે? જેના જવાબમાં અનેક લોકોએ પ્રતિક્રિયા આપતા આ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવા મામલે સહેમતિ વ્યક્ત કરી છે.
આ પણ વાંચો : Airtel, Vodafone, Jio, BSNL નંબર પર કેવી રીતે બંધ કરવી કોરોના કૉલર ટ્યૂન...
આ ટ્વીટ પર VI કસ્ટમર કૅરનો જવાબ પણ આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું, "અમારા ઈન્જિનિયર પહેલાથી આના પર કામ કરી રહ્યા છે અને ટૂંક સમયમાં જ આનો ઉકેલ લાવવામાં આવશે જેથી તમે Vi GIGAnet અનુભવનો આનંદ માણવાનું ચાલુ રાખી શકશો."