Viral Video: મુંબઈમાં નજીવી બાબતે ઝગડો થતાં વિદ્યાર્થિનીઓએ રસ્તા વચ્ચે કરી મારામારી

26 August, 2024 07:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વાયરલ વીડિયો (Viral Video)માં યારી રોડ વિસ્તારમાં એક સ્કૂલની વિદ્યાર્થિનીને છોકરીઓના ટોળા દ્વારા નિર્દયતાથી મારવામાં આવી રહી છે. હુમલાખોરો સગીર છોકરીને મુક્કા મારતા અને લાત મારતા જોઈ શકાય છે

વાયરલ વીડિયોમાંથી લેવાયેલ સ્ક્રીનશોટ

મુંબઈને અડીને આવેલા વર્સોવાનો એક વીડિયો (Viral Video) સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં, સગીર છોકરીઓના એક જૂથે કોઈ મુદ્દા પર દલીલ કર્યા પછી શાળામાં જઈ રહેલા વિદ્યાર્થી પર હુમલો કર્યો હતો. સ્થિતિ એવી બની કે પોલીસે હુમલાખોર યુવતીઓ, પીડિતા અને તેમના માતા-પિતાને કાઉન્સેલિંગ કરવું પડ્યું હતું.

ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, વર્સોવા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ સોમવારે જણાવ્યું હતું કે, આ ઘટના લગભગ બે અઠવાડિયા પહેલાં બની હતી અને હુમલાનો વીડિયો (Viral Video) ઇન્ટરનેટ પર સામે આવ્યા બાદ તેમણે તેની જાણ કરી હતી.

વાયરલ વીડિયો (Viral Video)માં યારી રોડ વિસ્તારમાં એક સ્કૂલની વિદ્યાર્થિનીને છોકરીઓના ટોળા દ્વારા નિર્દયતાથી મારવામાં આવી રહી છે. હુમલાખોરો સગીર છોકરીને મુક્કા મારતા અને લાત મારતા જોઈ શકાય છે, જેના કારણે વિદ્યાર્થીની જમીન પર પડી ગઈ હતી.

બે દિવસ સુધી છોકરીઓનું કાઉન્સેલિંગ કરાયું

એક સંબંધિત અધિકારીઓએ કહ્યું કે, “વીડિયો વાયરલ થયા બાદ સ્થાનિક પોલીસે વીડિયોમાં જોવા મળેલી તમામ છોકરીઓ (તમામ સગીર) અને તેમના માતા-પિતાનું બે દિવસ સુધી કાઉન્સિલિંગ કર્યું હતું.” તેમણે કહ્યું કે, “અમે તપાસ કરી રહ્યા છીએ કે વીડિયો કોણે વાયરલ કર્યો છે.”

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મુંબઈ પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું કે, “વીડિયોમાં દેખાતી તમામ યુવતીઓ સગીર છે અને એક જ વિસ્તારની છે, નાની વાતને લઈને તેમની વચ્ચે ઝઘડો થયો હતો. વર્સોવાના પોલીસ અધિકારીઓ અને સ્નેહા ફાઉન્ડેશન, એક એનજીઓ, સ્થાનિક બાળ કલ્યાણ સમિતિના સભ્યોની મદદથી તમામ છોકરીઓ અને તેમના માતા-પિતાનું કાઉન્સેલિંગ કરે છે,” એમ તેમણે જણાવ્યું હતું. પોલીસે કહ્યું કે, નિર્ભયા સ્ક્વોડ આ કેસ પર ચાંપતી નજર રાખી રહી છે અને તે જગ્યાએ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.

મુંબઈને લગતા અન્ય સમાચાર

મુંબઈની લોકલ ટ્રેનોમાં મહિલાઓ નથી સલામત

મુંબઈની લાઇફલાઇન લોકલ ટ્રેનોમાં પણ મહિલાઓ સલામત ન હોવાનું જણાઈ આવ્યું છે. આ વર્ષે જાન્યુઆરીથી જુલાઈ સુધીના સાત મહિનામાં બાવન મહિલાઓના વિનયભંગના મામલા પોલીસમાં નોંધાયા છે. ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)ના આંકડા મુજબ સાત મહિનામાં સેન્ટ્રલ રેલવેમાં મહિલાના વિનયભંગના ૨૭ કેસ નોંધાયા હતા, જ્યારે વેસ્ટર્ન રેલવેમાં આવા પચીસ મામલા સામે આવ્યા હતા. આથી લોકલ ટ્રેનમાં પ્રવાસ કરનારી મહિલાઓની સલામતીનો સવાલ ઊભો થયો છે. ગયા બુધવારે કાંદિવલીમાં રહેતી ૨૬ વર્ષની મહિલા લોકલ ટ્રેનમાં પ્રવાસ કરતી હતી ત્યારે તે બારી પાસે બેઠી હતી. ટ્રેન મલાડ સ્ટેશને રોકાઈ ત્યારે અચાનક એક પુરુષ મહિલા બેઠી હતી એ બારી પાસે આવ્યો હતો અને તેને પૂછ્યું કે ‘તું મારી સાથે શારીરિક સંબંધ બાંધશે?’ આ સાંભળીને મહિલા ચોંકી ઊઠી હતી. ચર્ચગેટ પહોંચીને મહિલાએ ફરિયાદ કરતાં પોલીસે તપાસ કરીને એક વ્યક્તિની ધરપકડ કરી હતી.

viral videos versova mumbai police Crime News news mumbai mumbai news