13 August, 2024 03:49 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડજર્ની)
સોશિયલ મીડિયા પર રસ્તા પર ખતરનાક સ્ટંટ કરવાના હજારો વીડિયો (Viral Video) જોરદાર વાયરલ થતાં હોય છે. તાજેતરમાં મુંબઈની સડકો અને ગલીઓમાં ખતરનાક સ્ટંટ કરવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોના આધારે હવે મુંબઈ પોલીસે એક યુવકની તેના મિત્રો સાથે ધરપકડ કરી છે. શહેરમાં અનેક ખતરનાક સ્ટંટ કરવા આ યુવાનોની ધરપકડ કરી હતી. આરોપીએ તેના આ સ્ટંટનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. આરોપીઓએ કરેલા સ્ટંટમાં તે બેસ્ટ બસ સ્ટોપની છત પર દોડવું, બાઇક સ્ટંટ, વાહનો પર ચઢવું અને બીજા પ્રકારના પણ સ્ટંટ કર્યા છે. પોલીસે આ જોખમી કૃત્યોમાં સામેલ થવાથી દૂર રહેવાની અપીલ કરતો વીડિયો પણ જાહેર કર્યો છે.
"`સ્ટંટ કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છો? ‘ટ્રિક’ કામ કરશે નહીં! આઝાદ મેદાન પોલીસ સ્ટેશનના (Viral Video) અધિકારીઓએ ચેમ્બુરમાંથી એક યુવાનની ધરપકડ કરી હતી જેણે તેના મિત્રો સાથે મુંબઈમાં વિવિધ સ્થળોએ ખતરનાક સ્ટંટ કર્યા હતા અને સોશિયલ મીડિયા સાઇટ્સ પર વીડિયો અપલોડ કર્યો હતો. તમારી પાસે સ્ટંટ ડબલ નથી, આ જોખમી કૃત્યો કરવાથી બચો,” મુંબઈ પોલીસે તેમના ઓફિશિયલ X એકાઉન્ટ પર પોસ્ટ કર્યું હતું. આ મામલે આરોપીઓની ધરપકડ થતાં વીડિયોના બીજા પાર્ટમાં આરોપીએ પણ પોતાનું કૃત્ય કરવાની કબૂલ આપી નિવેદન આપ્યું છે. આરોપીનું કહેવું છે કે તે ચેમ્બુર, મુંબઈમાં રહે છે અને ચાર જૂન, 2024ના રોજ સવારે ત્રણ વાગ્યાની આસપાસ તે અને તેના મિત્રો દક્ષિણ મુંબઈમાં હતા. તેણે આગળ ઉમેર્યું કે તેઓએ સાયકલ પર સ્ટંટ કરતા વીડિયો રેકોર્ડ કર્યો હતો અને તેથી જ આઝાદ મેદાન પોલીસે તેની સામે કાર્યવાહી કરી છે.
દરમિયાન, મુંબઈમાં પોલીસ (Viral Video) દ્વારા અન્ય એક કાર્યવાહીમાં, 9 થી 11 ઓગસ્ટ, 2024 દરમિયાન સમગ્ર શહેરમાં ઈ-બાઈક સામે એક ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આ સમયગાળામાં 1176 ઈ-બાઈક સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને એક લાખ કરતાં પણ વધુ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. મુંબઈ ટ્રાફિક પોલીસે ત્રણ દિવસની સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન 290 ઈ-બાઈક જપ્ત કરી હતી અને 221 ઈ-બાઈક સામે કેસ નોંધ્યા હતા.
આ સાથે ઉલ્લેખનીય છે કે દિલ્હીના નજફગઢમાં રહેતો ૨૦ વર્ષનો યુવક સ્પાઇડરમૅનનો ડ્રેસ પહેરીને (Viral Video) સ્કૉર્પિયો કારના બોનેટ પર બેસીને જઈ રહ્યો હતો. ચાલતી કાર પર બેસીને જઈ રહ્યો હોવાથી સોશ્યલ મીડિયા પર એ માટે ફરિયાદ થઈ હતી. દિલ્હી પોલીસે તેને દ્વારકા રોડ પરથી પકડ્યો હતો. તે જ્યારે કારના બોનેટ પર હતો ત્યારે દિલ્હીના મહાવીર એન્ક્લેવમાં રહેતો ૧૯ વર્ષનો ગૌરવ સિંહ કાર ડ્રાઇવ કરી રહ્યો હતો.