એન્ટિલિયાના ગણેશ ઉત્સવનો અનસીન વીડિયો થયો વાયરલ, ડાન્સ કરતો દેખાયો અંબાણી પરિવાર

29 September, 2023 09:20 PM IST  |  Mumbai | Shilpa Bhanushali

Ambani Family`s Unseen Dance Moves: અંબાણી પરિવારમાં ઉજવાયેલા ગણેશોત્સવનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે ખરેખર જોવા જેવો છે.

નીતા અંબાણીની ફાઈલ તસવીર

ગણેશ ચતુર્થીના દિવસથી શરૂ થતો અને અનંત ચતુર્દશીએ પૂરો થતાં ગણેશોત્સવના દસ દિવસ પસાર થઈ ગયા છે અને લગભગ બધાં જ ગણપતિ પંડાલોમાંથી બાપ્પાએ વિદાય લઈ લીધી છે ત્યારે આજે એટલે કે 29 સપ્ટેમ્બર 2023 અનંત ચતુર્દશીના બીજા દિવસે અંબાણી પરિવારમાં ઉજવાયેલા ગણેશોત્સવનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે ખરેખર જોવા જેવો છે. (Ambani Family`s Unseen Dance Moves)

Ganesh Chaturthi 2023: ગણેશ ચતુર્થીના પાવન અવસર પર સમગ્ર દેશમાં ઠેર ઠેર બાપ્પાની સ્થાપના કરી તેમની પૂજા કરવાની પરંપરાને ઘણા લોકો અનુસરી રહ્યાં છે. દેશનો સૌથી ધનાઢ્ય પરિવાર, અંબાણી પરિવારના આંગણે પણ `ગજાનંદ`નું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાતી પરિવાર તરીકે તમામ પરંપરા અને વિધિઓ અનુસાર બાપ્પાની પૂજા કરવામાં આવી હતી. આ ઉત્સવને વધારે આનંદમય બનાવવામાં માટે સિંગર ઓસમાન મિર અને તેમના પુત્ર આમિર મિરને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ ભવ્ય ઉજવણીમાં બૉલિવૂડના સ્ટાર્સ પણ સામેલ થયા હતાં.

Ambani Family`s Unseen Dance Moves: એન્ટિલિયામાં ઊજવાયેલા ગણેશોત્સવના આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે અંબાણી પરિવારના બાપ્પાના પંડાલમાં કૈલાશ ખેર એક હાથમાં માઇક અને બીજા હાથમાં ડમરૂ લઈને એક પગે નૃત્ય કરી રહ્યા છે તેમની સાથે નીતા અંબાણી, ઈશા અંબાણી, શ્લોકા મેહતા અંબાણી અને પરિવારના બાળકો સહિત અન્ય સભ્યો પણ અહીં બાપ્પાની આરતી અને ભજનમાં મગ્ન છે ગણેશોત્સવને માણી રહ્યાં છે. તે દરમિયાન મુકેશ અંબાણી પોતાની ગ્રેન્ડ ચાઈલ્ડને ઊંચકીને પંડાલમાં એન્ટ્રી કરતાં જોવા મળે છે.

આ વીડિયોમાં શ્લોકા મહેતા હોય કે ઈશા અંબાણી બધાં જ ખૂબ જ આનંદ માણતાં જોવા મળે છે. વીડિયોમાં શ્લોકા પોતાના મોટા દીકરાને તેડીને એક પગે ડાન્સ કરતી જોવા મળે છે. વીડિયોમાં આકાશ અંબાણીની પણ એક ઝલક જોવા મળે છે. તેણે બ્લૂ કુર્તા સાથે બ્લૂ જેકેટ અને સફેદ પાયજામો કૅરી કર્યો છે. નીતા અંબાણી બાંધણીની સાડી પહેરી છે. શ્લોકા મેહતા અંબાણી લાલ કુર્તી પેન્ટમાં જોવા મળે છે. 

નોંધનીય છે કે અંબાણી પરિવાર ગણેશોત્સવ સેલિબ્રેશનમાં બૉલિવુડ સેલેબ્સના જમાવડાની અનેક તસવીરો અને વીડિયોઝ પણ સામે આવ્યા હતા. પણ આ વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે જેમાં અંબાણી પરિવારના બાપ્પા અને સભ્યો બધા જ આનંદ માણતાં જોવા મળે છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા મુકેશ અંબાણીના ઘરે ગણપતિ બાપ્પાના આગમનનો તહેવાર, ગણેશ ચતુર્થી ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો હતો. ગણેશજીના આ ખાસ તહેવાર પર ઈશા અંબાણી પણ પોતાના જોડિયા બાળકો સાથે ઉજવણીમાં સામેલ થઈ હતી. પરિવારના તમામ સભ્યોએ મળીને બાપ્પાની પૂર્જા અર્ચના કરી તેમની આરાધના કરી હતી. ગુજરાતના લોકપ્રિય ગાયક ઓસમાણ મિર અને તેમના પુત્ર આમિર મિરે સંગીતના સુરથી માહોલને વધુ ભક્તિમય બનાવી દીધો હતો. આ દરમિયાન ઓસમાણ મીરે "મણિયારો રે.. મણિયારો..." જેવા ગીતો ગાયા હતા. સોશિયલ મીડિયા પર આ ઉજવણીનો એક વીડિયો વાયરલ થયો. જેમાં બાપ્પાની પૂજા દરમિયાન ઈશા અંબાણીને સંગીતના સુર પર થિરકતાં જોવા મળી હતી.

ganesh chaturthi festivals Akash Ambani Isha Ambani nita ambani mukesh ambani Shloka Mehta kailash kher mumbai news mumbai