વિધાનસભા ચૂંટણી 2024 ની જાહેરાત બાદ મહારાષ્ટ્ર સરકારે કર્યો આચાર સંહિતાનો ભંગ? હવે થશે કાર્યાવહી

17 October, 2024 09:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Vidhan Sabha Election 2024: આદર્શ આચારસંહિતા લાગુ થયા પછી કોઈ સરકારી નિર્ણય, ઓર્ડર અને ટેન્ડર પ્રકાશિત ન કરવા માટે મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી તરફથી એક પત્ર મોકલવામાં આવ્યો હતો,

દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવાર (ફાઇલ તસવીર)

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની તારીખની જાહેરાત થઈ ગઈ છે. નવેમ્બર 2024ની 20 તારીખે રાજ્યમાં ચૂંટણી થવાની છે અને 23 તારીખે પરિણામો જાહેર થશે. રાજ્યમાં ચૂંટણીને (Vidhan Sabha Election 2024) માત્ર એક મહિના જેટલો સમય રહી જતાં આચારસહિતા લાગુ થઈ ગઈ છે, જોકે ચૂંટણી પહેલા જ રાજ્યની મહાયુતિ સરકાર (શિવસેના એકનાથ શિંદે જૂથ, ભારતીય જનતા પાર્ટી, એનસીપી અજિત પવાર જૂથ) પર મોટી કાર્યવાહીનું સંકટ આવ્યું છે. ચૂંટણી પંચ દ્વારા મહારાષ્ટ્ર સરકાર પર ચૂંટણી દરમિયાનના એક મોટા નિયમનું ઉલ્લંઘન કરવા કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા છે.

જેમ જેમ ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ મહારાષ્ટ્રની મહાયુતિ સરકાર (Vidhan Sabha Election 2024) મૂંઝવણમાં છે. ચૂંટણી પંચ મહારાષ્ટ્ર સરકાર સામે તપાસ શરૂ કરવા જઈ રહ્યું છે. આ તપાસ આદર્શ આચાર સંહિતાના ભંગને લઈને હાથ ધરવામાં આવવાની છે. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્ર સરકાર આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘન માટે ચૂંટણી પંચ દ્વારા તપાસ હેઠળ છે. 15 ઑક્ટોબરે ચૂંટણી પંચે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે.

માહિતી અનુસાર, 15 ઑક્ટોબરે બપોરે 3.30 વાગ્યે વિધાનસભા ચૂંટણીની (Vidhan Sabha Election 2024) જાહેરાત થયા બાદ, મહારાષ્ટ્ર સરકારે તેમની સત્તાવાર વેબસાઇટ પર લગભગ 200 સરકારી દરખાસ્તો, નિમણૂકો અને ટેન્ડરો જાહેર કર્યા હતા. આ બાબત માહિતી ચૂંટણી પંચની પરિષદ બાદ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવી હતી. આદર્શ આચારસંહિતા લાગુ થયા પછી કોઈ સરકારી નિર્ણય, ઓર્ડર અને ટેન્ડર પ્રકાશિત ન કરવા માટે મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી તરફથી એક પત્ર મોકલવામાં આવ્યો હતો, પરંતુ સરકાર તેના કાર્યોથી દૂર ન રહી અને તેમણે જે ન કરવું જોઈતું હતું તે કર્યું છે.

તમને જણાવી દઈએ કે રાજ્ય સરકારે કમિશનના (Vidhan Sabha Election 2024) આદેશની અવગણના કરી અને મંગળવારની રાત અને બુધવારે સવાર પછી ઘણા નિર્ણયો જાહેર કર્યા. જ્યારે ચૂંટણી પંચે આ અંગે ચિંતા વ્યક્ત કરી, ત્યારે સરકારે તેની વેબસાઈટ પર અપલોડ કરાયેલા ઘણા નિર્ણયોને ઉતાવળમાં હટાવી દીધા. હવે આ બાબત અંગે મુખ્ય ચૂંટણી અધિકારી ચોક્કલિંગમે કહ્યું કે અમે અપલોડ કરાયેલી સરકારી દરખાસ્તોના સમયની તપાસ કરીશું અને તપાસ કરીશું કે તેમાં આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન થયું છે કે નહીં? મહેરબાની કરીને નોંધ કરો કે આ વખતે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી એક જ તબક્કામાં યોજાશે. ચૂંટણી પંચે મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠકો માટે એક જ દિવસમાં ચૂંટણી કરાવવાનો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્રમાં 20મી નવેમ્બરે ચૂંટણી યોજાશે અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની સાથે 23મી નવેમ્બરે પરિણામો જાહેર થશે. જેથી આ વાતને લઈને હવે ચૂંટણી પંચ શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહેશે.

maharashtra assembly election 2024 maharashtra news election commission of india mumbai news shiv sena congress bharatiya janata party