14 May, 2024 08:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અણ્ણા હઝારે
અહમદનગર લોકસભા બેઠક પર ગઈ કાલે મતદાન થયું ત્યારે પીઢ સમાજસેવક અણ્ણા હઝારેએ તેમના ગામ રાળેગણસિદ્ધિમાં મતદાન કર્યું હતું. મત આપ્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં અણ્ણા હઝારેએ કહ્યું હતું કે ‘મત આપતી વખતે ઉમેદવાર આચારશીલ, વિચારશીલ, કલંકરહિત હોવાની સાથે અપમાન કરવાની શક્તિ ધરાવે છે કે કેમ એ ધ્યાનમાં રાખવું જોઈએ. ઉમેદવાર દીવાની જેમ સમાજસેવા અને દેશ માટે ઝળહળતો રહેવો જોઈએ. દરેકે અચૂક મતદાન કરવું જોઈએ. ભારત દેશ કોણ યોગ્ય રીતે ચલાવી શકશે એને ધ્યાનમાં રાખીને મતદાન દ્વારા આપણો
મત આપવો જોઈએ. ખોટા હાથમાં ચાવી આપીશું તો દેશની દુર્દશા થઈ શકે છે.’