સેન્ટ્રલ રેલવેમાં વંદે ભારત ટ્રેન સુપરહિટ

10 September, 2023 11:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સેન્ટ્રલ રેલવેમાં ૧૫ ઑગસ્ટથી આઠ સપ્ટેમ્બરના સમયગાળા દરમ્યાન વંદે ભારત ટ્રેનની કુલ ૧૫૦ ટ્રિપ્સ થઈ હતી, જેમાં કુલ ૧,૨૨,૨૨૬ મુસાફરોએ મુસાફરી કરી હતી

ફાઇલ તસવીર

વંદે ભારત ટ્રેનની સ્પીડના કારણે પ્રવાસીઓનો ઓછો સમય પ્રવાસમાં જતો હોવાથી પ્રવાસીઓ માટે વંદે ભારત પહેલી પસંદગી બની છે. એવામાં સેન્ટ્રલ રેલવેમાં દોડતી વંદે ભારતને સારો પ્રતિસાદ મ‍ળી રહ્યો હોવાથી એની ઑક્યુપન્સીમાં સારો વધારો પણ જોવા મળી રહ્યો છે. વંદે ભારત ટ્રેનની ઑક્યુપન્સીને કઈ રીતે સારો પ્રતિસાદ મળે છે એ નીચે આપેલી માહિતી પરથી સમજી શકાશે.

સેન્ટ્રલ રેલવેમાં ૧૫ ઑગસ્ટથી આઠ સપ્ટેમ્બરના સમયગાળા દરમ્યાન વંદે ભારત ટ્રેનની કુલ ૧૫૦ ટ્રિપ્સ થઈ હતી, જેમાં કુલ ૧,૨૨,૨૨૬ મુસાફરોએ મુસાફરી કરી હતી અને જેનાથી ૧૦.૭૨ કરોડ રૂપિયાની આવક થઈ હતી, જેમાંથી અમુક આ મુજબ છે. સીએસએમટી-મડગાંવ ગોવા એક્સપ્રેસ હવે ચોમાસાના સમયપત્રક સાથે અઠવાડિયામાં ત્રણ વખત ત્રિ-સાપ્તાહિક ચાલે છે.

કઈ ટ્રેનમાં કેટલી ઑક્યુપન્સી
૨૦૮૨૫ બિલાસપુર-નાગપુર એક્સપ્રેસ
ઑક્યુપન્સી - ૧૨૨.૫૬ ટકા
ટ્રિપ્સ - ૨૨
મુસાફરો – ૧૪,૨૯૧
આવક – ૧,૦૬,૦૪,૫૦૨
૨૨૨૨૩ સીએસટીએમ-શિર્ડી એક્સપ્રેસ
ઑક્યુપન્સી - ૮૧.૩૩ ટકા
ટ્રિપ્સ - ૨૧
મુસાફરો – ૧૯,૨૬૭
આવક – ૧,૬૬,૫૫,૩૨૬
૨૨૨૨૪ શિર્ડી-સીએસએમટી એક્સપ્રેસ
ઑક્યુપન્સી - ૮૧.૮૮ ટકા
ટ્રિપ્સ - ૨૧
મુસાફરો – ૧૯,૩૯૮
આવક – ૧,૮૨,૮૧,૦૫૧
૨૨૨૨૫ સીએસએમટી-સોલાપુર એક્સપ્રેસ
ઑક્યુપન્સી - ૯૩.૭૧ ટકા
ટ્રિપ્સ - ૨૧
મુસાફરો – ૨૨,૨૦૦
આવક – ૧,૭૧,૯૨,૧૦૨
૨૨૨૨૬ સોલાપુર-સીએસએમટી એક્સપ્રેસ
ઑક્યુપન્સી - ૧૦૫.૦૯ ટકા
ટ્રિપ્સ - ૨૧
મુસાફરો – ૨૪,૮૯૪
આવક – ૧,૯૭,૨૮,૪૯૧
૨૨૨૨૯ સીએસએમટી-ગોવા મડગાંવ એક્સપ્રેસ
ઑક્યુપન્સી - ૯૨.૦૫ ટકા
ટ્રિપ્સ - ૧૧
મુસાફરો - ૫૩૬૭
આવક – ૭૬,૧૧,૬૬૨
૨૨૨૩૦ ગોવા મડગાંવ-સીએસએમટી એક્સપ્રેસ
ઑક્યુપન્સી - ૭૫.૫૦ ટકા
ટ્રિપ્સ - ૧૧
મુસાફરો - ૪૪૦૨
આવક – ૭૨,૦૪,૭૧૬ 

vande bharat central railway indian railways mumbai mumbai news