આજે રોઝ ડે સાથે શરૂ થઈ ગયો પ્રેમનો તહેવાર: જોઈ લો વેલેન્ટાઈન વીકનું કેલેન્ડર

07 February, 2023 08:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વેલેન્ટાઈન વીકની શરૂઆતને લઈને યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગિફ્ટ ગેલેરીને શણગારવામાં આવી છે. બજારો પણ આજે ધમધમી ઊઠી છે

પ્રતીકાત્મક તસવીર

પ્રેમીઓનો મનપસંદ તહેવાર ફરી એકવાર આવી પહોંચ્યો છે. રોઝ ડે (Rose Day) સાથે વેલેન્ટાઈન વીક (Valentine Week) આજથી શરૂ થઈ રહ્યું છે. યુવાનો પોતાના જીવનસાથીને ગુલાબ આપીને પ્રેમ વ્યક્ત કરશે. તે જ સમયે નારાજ થયેલા પાર્ટનરને પણ ગુલાબનું ફૂલ આપી મનાવવાનો પ્રયાસ કરશે. વેલેન્ટાઈન વીકની શરૂઆતને લઈને યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગિફ્ટ ગેલેરીને શણગારવામાં આવી છે. બજારો પણ આજે ધમધમી ઊઠી છે. ફૂલમાર્કેટ પણ આજે ગુલાબી ફૂલ સાથે મહેકી રહ્યું છે.

દરેક રંગના ગુલાબનું જુદું મહત્ત્વ

લાલ ગુલાબઃ પ્રેમ વ્યક્ત કરવા માટે લાલ ગુલાબ આપવામાં આવે છે.

ગુલાબી ગુલાબ: ગુલાબી ગુલાબ એ તેના માટે છે જેની તમે પ્રશંસા કરવા માગો છો.

સફેદ ગુલાબ: આ રંગ સુંદરતા, નિર્દોષતા અને બિનશરતી પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે.

પીળું ગુલાબઃ આ રંગનું ગુલાબ મિત્રતાનું પ્રતિક છે.

પ્રથમ દિવસ (રોઝ ડે)

7મી ફેબ્રુઆરીથી શરૂ થતાં વેલેન્ટાઈન વીકનો પ્રથમ દિવસ રોઝ ડે (Rose day) તરીકે ઊજવાય છે. સરળ શબ્દોમાં કહીએ તો, તેની શરૂઆત ગુલાબની સુગંધ અને સુંદરતાથી થાય છે. આ દિવસે પ્રેમી યુગલો એકબીજાને ગુલાબ આપીને પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે.

બીજો દિવસ (પ્રપોઝ ડે)

પ્રપોઝ ડે (Propose Day) બીજા દિવસે એટલે કે 8 ફેબ્રુઆરીએ ઊજવવામાં આવે છે. જો તમે કોઈના ખૂબ પ્રેમમાં છો અને તેને આ વાત જણાવવા માગો છો, તો તમે તમારી વાત રાખી શકો છો.

ત્રીજો દિવસ (ચોકલેટ ડે)

છેલ્લા ઘણા સમયથી ચોકલેટ લોકોના જીવનનો મહત્વનો ભાગ બની ગઈ છે. તણાવ દૂર કરવા માટે હોય કે પછી કોઈની સાથે પ્રેમ વ્યક્ત કરવા માટે ચોકલેટનો ઉપયોગ અલગ-અલગ કારણોસર કરવામાં આવે છે. ચોકલેટ ડે પ્રેમની કસોટીના ત્રીજા દિવસે (Chocolate Day) એટલે કે 9મી ફેબ્રુઆરીએ ઊજવવામાં આવે છે. આ દિવસે પ્રેમી યુગલો એકબીજાને ચોકલેટ ખવડાવે છે, જેથી જીવન ચોકલેટ જેવું જ મધુર રહે.

ચોથો દિવસ (ટેડી ડે)

હૃદયની કોમળતા અને નિર્મળતાની લાગણી આપવા માટે, ચોથા દિવસે એટલે કે 10 ફેબ્રુઆરીએ ટેડી ડે (Teddy Day) તરીકે ઊજવાય છે.

પાંચમો દિવસ (પ્રોમિસ ડે)

પ્રોમિસ ડે (Promise Day) 11 ફેબ્રુઆરીના રોજ ઊજવવામાં આવે છે, ફેબ્રુઆરીની ‘પ્રેમની કસોટી’નો આ પાંચમો દિવસ છે. આ દિવસે પ્રેમી યુગલો એકબીજાને ખાસ વચનો આપે છે.

છઠ્ઠો દિવસ (હગ ડે)

હગ ડે (Hug Day) છઠ્ઠા દિવસે એટલે કે 12 ફેબ્રુઆરીએ ઊજવવામાં આવે છે. એકબીજાને ગળે લગાવીને પ્રેમ વ્યક્ત કરવાનો દિવસ છે. આ દિવસની સૌથી મોટી ખાસિયત એ છે કે જાદુઈ જપ્પીના બહાને આપણને એ જાણવાનો મોકો મળે છે કે સામેની વ્યક્તિ આપણને કેટલો પ્રેમ કરે છે, તેના દિલમાં આપણા માટે શું છે.

સાતમો દિવસ (કિસ ડે)

જો તમે શબ્દો વિના પ્રેમ વ્યક્ત કરવા માગતા હો, તો તેના માટે એક પ્રેમાળ કિસ પૂરતી છે. તે સાતમા દિવસે એટલે કે 13 ફેબ્રુઆરીએ કિસ ડે (Kiss Day) ઊજવવામાં આવે છે.

આ પણ વાંચો: Valentine’s Day: ગુજરાતી કવિતાઓની આ પંકિતઓથી કરો તમારા પ્રેમની અભિવ્યક્તિ

છેલ્લો દિવસ (વેલેન્ટાઇન ડે)

ભાગદોડ ભરેલી જિંદગીમાં પાર્ટી માટે બહાનું મેળવવું એના કરતાં વધુ મહત્ત્વનું શું હોઈ શકે? બસ પોતાના વ્યસ્ત દિવસમાંથી રજા લઈ પોતાના પ્રિયપાત્ર સાથે સમય પસાર કરવાનો દિવસ એટલે વેલેન્ટાઈન ડે (Valentine’s Day).

mumbai mumbai news valentines day