17 December, 2020 07:54 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent
ઉર્મિલા માતોંડકર
અભિનયમાંથી રાજકારણના ક્ષેત્રમાં ઉતરેલી અભિનેત્રી ઊર્મિલા માતોંડકરનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હૅક થયું છે. તેની ફરિયાદ ઊર્મિલાએ મહારાષ્ટ્ર પોલીસના સાઇબર સેલમાં નોંધાવી છે. આ વાતની માહિતી તેણે પોતાના બીજા સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ ટ્વિટર દ્વારા શૅર કરી છે.
પોલીસમાં ફરિયાદ નોંધાવવાની સાથે જ ઊર્મિલાએ પોતાના ઑફિશિયલ ટ્વિટર અકાઉન્ટ દ્વારા પણ આ વાતની માહિતી આપી છે. ઊર્મિલાએ ટ્વીટ કરતા લખ્યું, "મારું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હૅક થઈ ગયું છે. પહેલા તેમણે પ્રત્યક્ષ મેસેજ મોકલ્યો અને તેમાં કહેવામાં આવેલા કેટલાક ચરણોનું અનુસરણ કરવાથી અકાઉન્ટને પ્રમાણિત કરવાની વાત કરી અને ત્યાર પછી અકાઉન્ટ હૅક કરી લેવામાં આવ્યો. ખરેખર."
તેના પછીના એક અન્ય ટ્વીટમાં અભિનેત્રીએ જણાવ્યું કે તેમણે અકાઉન્ટ હૅક કરવાની પ્રાથમિકતા મહારાષ્ટ્ર સાઇબર ક્રાઇમ મુદ્દે નોંધાવી દીધી છે. આની સાથે ઊર્મિલાએ મહિલાઓને પણ રિક્વેસ્ટ કરી છે કે તે 'સાઇબર ક્રાઇમ'ને સામાન્ય ન ગણે.
ઊર્મિલાએ કહ્યું કે, "સાઇબર ક્રાઇમ એવું નથી જેને મહિલાઓએ સામન્ય ગણવું જોઇએ. હું જ્યારે પોલીસમાં ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હૅક થવાની પ્રાથમિકતા નોંધાવવા ગઈ તો ત્યાં મુંબઇ પોલીસ સાઇબર અપરાધની ઉપાયુક્ત શ્રીમતી રશ્મિ કરણડીકર પાસેથી મળી જેમણે મને ઘણી માહિતી આપી, ચોક્કસ જ મને ભવિષ્યમાં આ કામ કરશે."
જણાવવાનું કે ઉર્મિલા માતોંડકર પહેલી એવી અભિનેત્રી નથી જેમનું સોશિયલ મીડિયા અકાઉન્ટ હૅક થઈ ગયું છે. આ પહેલા સુષ્મિતા સેનની દીકરી રેનેનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પણ હૅક થઈ ગયું છે. જેની ફરિયાદ તેણે પોલીસને કરી હતી સાથે જ સોશિયલ મીડિયા દ્વારા આની માહિતી પણ આપી હતી.