રાજ્યમાં શુક્રવારથી ચાર દિવસ કમોસમી વરસાદની આગાહી

04 April, 2024 07:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

માર્ચ મહિનામાં ગરમીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે ત્યારે એમાંથી થોડી રાહત મળશે, પણ ખેડૂતોને નુકસાન થવાની શક્યતા છે

પ્રતીકાત્મક તસવીર

તામિલનાડુના દ‍િક્ષણ વિભાગથી મહારાષ્ટ્રના વિદર્ભ સુધી હવામાનનો હળલવો પટ્ટો સર્જાયો હોવાથી પાંચમીથી ૮ એપ્રિલ દરમ્યાન ઉત્તર મહારાષ્ટ્ર, કોંકણ અને મરાઠવાડા વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. માર્ચ મહિનામાં ગરમીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે ત્યારે એમાંથી થોડી રાહત મળશે, પણ ખેડૂતોને નુકસાન થવાની શક્યતા છે. ગયા અઠવાડિયે પશ્ચિમ મહારાષ્ટ્ર અને વિદર્ભમાં કેટલાંક સ્થળો પર કમોસમી વરસાદ નોંધાયો હતો જેથી પાકને નુકસાન થયું હતું. રાજ્યમાં ભેજનું પ્રમાણ વધારે હોવાથી વરસાદ થવાનો છે. રાજ્યના અનેક જિલ્લામાં યલો અલર્ટ જાહેર કરવામાં આવી છે. વરસાદ પડવા છતાં રાજ્યના અન્ય કેટલાક વિસ્તારોમાં ગરમીના આંકમાં બેથી ત્રણ ડિગ્રી વધારો થશે એમ હવામાન ખાતાએ જણાવ્યું છે.

indian meteorological department mumbai mumbai weather mumbai news maharashtra maharashtra news