આખરે મરાઠી ભાષાને મળ્યો અભિજાત ભાષાનો દરજ્જો

04 October, 2024 12:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાથે જ પાલી, બંગાળી, આસામી અને પ્રાકૃત ભાષાને પણ અભિજાત ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો હતો

પ્રતીકાત્મક તસવીર

મરાઠી ભાષાને અભિજાત ભાષાનો દરજ્જો આપવામાં આવે એ માટે છેલ્લાં ૯ વર્ષથી પ્રયાસ થઈ રહ્યા હતા. આખરે ગઈ કાલે કેન્દ્ર સરકારના સાંસ્કૃતિક મંત્રાલયે મરાઠી ભાષાને અભિજાત દરજ્જો બહાલ કર્યો હતો. સાથે જ પાલી, બંગાળી, આસામી અને પ્રાકૃત ભાષાને પણ અભિજાત ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો હતો.  

અભિજાત દરજ્જા માટે કેટલાંક ધારાધોરણ નક્કી કરાયાં છે જે હેઠળ એની ચકાસણી કર્યા બાદ સાંસ્કૃતિક મંત્રાલય એને એ દરજ્જો આપે છે; જેમ કે એ ભાષા ૧૫૦૦થી ૨૦૦૦ વર્ષ જૂની હોવી જોઈએ, એમાં ત્યારનું સાહિત્ય આલેખાયેલું હોવું જોઈએ જે એનો વારસો ગણી શકાય, બીજી ભાષામાંથી​ એની ઉઠાંતરી ન થઈ હોય એવી સાહિત્યરચના જોઈએ, વળી અભિજાત ભાષા એ હાલની ભાષા કરતાં અલગ હોવી જોઈએ.

દેશમાં ૬ ભાષાને અભિજાત ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો હતો જેમાં તામિલ, સંસ્કૃત, કન્નડા, તેલુગુ, મલયાલમ અને ઓડિયા હતી. એમાં હવે મરાઠી સહિત પાલી, બંગાળી, આસામી અને પ્રાકૃત ભાષાનો પણ સમાવેશ કરાયો છે. 

maharashtra news mumbai mumbai news