31 December, 2022 07:30 PM IST | Nagpur | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રના (Maharashtra) નાગપુરમાં (Nagpur) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના મુખ્યાલયને બૉમ્બથી ઉડાડવાની ધમકી આપવામાં આવી છે. શનિવારે અહીંની સુરક્ષા વધારી દેવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે એક અજાણી વ્યક્તિએ ફોન કરીને ધમકી આપી છે. તેના વિશે તપાસ ચાલી રહી છે. ડીસીપી ઝોન 3 ગોરખ ભામરેએ જણાવ્યું કે પોલીસ કન્ટ્રોલ રૂમમાં બપોરે 1 વાગ્યે એક ફોન આવ્યો હતો. એક શખ્સે મહેલ વિસ્તારમાં આરએસએસ મુખ્યાલયને બૉમ્બથી ઉડાડવાની ધમકી આપી છે.
ડીસીપીએ જણાવ્યું કે એક બૉમ્બ સ્ક્વૉડ અને ડૉગ સ્ક્વૉડ ટીમને બોલાવી લેવામાં આવી છે. કેમ્પસની તપાસ કરવામાં આવી, પણ કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી. ડીસીસીએ રહ્યું કે સાવચેતીના પગલાં રૂપે પેટ્રોલિંગ વધારી દેવામાં આવી. પોલીસ કૉલ કરનારની ઓળખ કરવા માટે ફોન નંબર અને લોકેશન્સ ટ્રેસ કરી રહી છે.
RSS મુખ્યાલય નજીક ડ્રોન ઉડાડવા પર પહેલાથી જ પ્રતિબંધ
માહિતી પ્રમાણે, સંઘ મુખ્યાલયમાં પેહલાથી જ પુખ્ત સુરક્ષા વ્યવસ્થા હોય છે. CRPFની એક ટુકડી સુરક્ષામાં તૈનાત જ રહે છે. સાથે જ નાગપુર પોલીસનું બહારના સર્કલ પણ સુરક્ષા દળ તૈનાત હોય છે. અહીં વીડિયોગ્રાફી કે કોઈપણ પ્રકારના ડ્રોન ઉડાડવા પર પહેલાથી પ્રતિબંધ છે. શનિવારે સવારે એકવાર ફરીથી આરએસએસ મુખ્યાલયની સુરક્ષા વધારી દેવામાં આવી છે. વધારાનું પોલીસ દળ પણ તૈનાત કરવામાં આવ્યું છે. આસપાસ રહેનારા લોકોના મૂવમેન્ટ પર પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : Mumbai News: મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમને મળી બોમ્બ બ્લાસ્ટની ધમકી, UPના શખ્સની ધરપકડ
નાગપુર પોલીસ કન્ટ્રોલ રૂમમાં શનિવારે એક વ્યક્તિએ ફોન કર્યો અને આરએસએસ મુખ્યાલયને બૉમ્બથી ઉડાડવાની ધમકી આપી દીધી. જેના પછી મહકમા પોલીસ સવારથી હરકતમાં આવી ગઈ છે. જણાવવાનું કે એકવાર કોઈક ખાસ મહત્વપૂર્વ પ્રતિષ્ઠાનને `નો ડ્રોન` ઝૉન જાહેર કરી દેવામાં આવે છે, તો તે ક્ષેત્રને બે કિમીના વિસ્તારમાં આવી વસ્તુઓ ઉડાડવા પર કડક કાયદાકીય કાર્યવાહી થાય છે. જો એવી વસ્તુઓ મળે છે તો તેને નષ્ટ કરી દેવામાં આવે છે કે પોલીસ જપ્ત કરી લે છે.