ઉમાશંકર જોષીની ૧૧૪મી જન્મજયંતીની કાંદિવલીમાં શનિવારે ભવ્ય ઉજવણી

17 July, 2024 01:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી’ શીર્ષક અંતર્ગત સુપ્રસિદ્ધ સાહિત્યકાર-કવિ ઉમાશંકર જોષીની ૧૧૪મી જન્મજયંતીની કાંદિવલીમાં શનિવારે ભવ્ય ઉજવણી

ઉમાશંકર જોષી

કાંદિવલી એજ્યુકેશન સોસાયટી (KES) સંચાલિત ગુજરાતી ભાષા ભવને ગુજરાતી ભાષાના સુપ્રસિદ્ધ સાહિત્યકાર-કવિ ઉમાશંકર જોષીની ૧૧૪મી જન્મજયંતીની ભવ્ય ઉજવણીનું આયોજન ૨૦ જુલાઈએ શનિવારે સાંજે ૫.૩૦ વાગ્યે કર્યું છે. ‘વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી’ શીર્ષક અંતર્ગત આ કાર્યક્રમમાં આપણા વિશ્વશાંતિના આ ઉદ્ગાતાની સર્જનયાત્રાને આપણે ગુજરાતીઓએ ગૌરવ સાથે અવશ્ય યાદ કરવી જોઈએ.

આ કાર્યક્રમ નિમિત્તે જાણીતા સાહિત્યકાર ડૉ. દિનકર જોષી અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહી ઉમાશંકર જોષી વિશે રસપ્રદ વાતો કરશે. આ સાથે એસએનડીટી મહિલા વિદ્યાપીઠ, અનુસ્નાતક ગુજરાતી વિભાગની કલાકાર બહેનો ઉમાશંકર જોષીની પ્રતિનિધિ અને પ્રસિદ્ધ કવિતાઓનું ગાન તથા પઠન કરશે તથા તેમનાં પ્રસિદ્ધ પદ્ય નાટકની વાચિક પ્રસ્તુતિ કરશે અને ગદ્ય કૃતિઓનું પઠન કરશે. આ કાર્યક્રમના સંચાલક-સૂત્રધાર એસએનડીટી, ચર્ચગેટના પ્રોફેસર કવિત પંડ્યા છે જેમણે આ કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવા ઉપરાંત વિવિધ રચનાઓની પસંદગી કરી છે. આ કાર્યક્રમમાં હાજર રહેવા સર્વ સાહિત્ય રસિકજનોને જાહેર નિમંત્રણ છે.

કાર્યક્રમનું સ્થળ : જયંતીલાલ એચ. પટેલ લૉ કૉલેજ, બીજો માળ, ભોગીલાલ ફડિયા રોડ, કાંદિવલી રેક્રીએશન કલબની લાઇનમાં, કાંદિવલી-વેસ્ટ. સમય : સાંજે ૫.૩૦ વાગ્યે.

kandivli gujarati community news mumbai mumbai news