16 March, 2023 10:53 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઉદ્ધવ ઠાકરે (ફાઇલ તસવીર)
શિવસેનાને (Shiv Sena) લઈને ચૂંટણી પંચે એકનાથ શિંદેના (Eknath Shinde) પક્ષમાં નિર્ણય આપ્યો છે, પણ સુપ્રીમ કૉર્ટમાં હજી પણ મહત્વની સુનાવણી ચાલી રહી છે. બન્ને ઉદ્ધવ અને શિંદે જૂથ તરફથી તમામ દલીલો રજૂ કરવામાં આવી રહી છે. આ જ ક્રમમાં ગુરુવારે ઉદ્ધવ જૂથ તરફથી કપિલ સિબ્બલે પોતાની દલીલ રજૂ કરી. તેમણે લોકતંત્રને બચાવવાનો હવાલો આપ્યો, સુપ્રીમ કૉર્ટ પાસે આના રક્ષણની માગ મૂકી. બન્ને તરફની દલીલો સાંભળ્યા બાદ કૉર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે.
લોકતંત્રને કૉર્ટ બચાવી શકે છે- ઉદ્ધવ ઠાકરે જૂથ
આમ તો ઉદ્ધવ ઠાકરેના જૂથ તરફથી કપિલ સિબ્બલે કહ્યું કે સુપ્રીમ કૉર્ટ આ મામલે દખલ કરે, નહીંતર આપણું લોકતંત્ર જોખમમાં પડી જશે કારણકે કોઈપણ સરકાર જીવિત નહીં રહી શકે. આ કૉર્ટનો ઈતિહાસ સંવિધાનના મૂલ્યોના ઉત્સવનો ઈતિહાસ છે. કૉર્ટના ઇતિહાસમાં આ એક ક્ષણ છે જ્યાં લોકતંત્રનું ભવિષ્ય નક્કી થશે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ કૉર્ટની દખલગિરી વિના અમે, અમારું લોકતંત્ર જોખમમાં પડી જશે કારણકે કોઈપણ સરકારને જીવિત નહીં રહેવા દેવામાં આવે. હવે કપિલ સિબ્બલે આ વાત એટલે કહી છે કારણકે શરૂઆતથી જ ઉદ્ધવ જૂથ દ્વારા શિંદે સરકારને અસંવિધાનિક માનવામાં આવ્યા છે. ચૂંટણી પંચે સિબ્બલને લઈને જે નિર્ણય શિંદેના પક્ષમાં સંભળાવ્યો, તેને પણ લોકતંત્રની હત્યા કહી દેવામાં આવ્યા હતા. એવામાં સિબ્બલ કૉર્ટને લોકતંત્રને બચાવવાની અપીલ કરી રહ્યા છે.
આ દલીલ પછી કપિલ સિબ્બલે રાજ્યપાલની ભૂમિકા પર પણ અનેક સવાલ ઉઠાવ્યા. સુનાવણીના દરમિયાન ઉદ્ધવ જૂથનો પક્ષ રજૂ કરતા તેમણે કહ્યું કે રાજ્યપાલ હવે પાર્ટીની અંદરના વિવાદ જોઈ રહ્યા છે, જ્યારે તેમણે આવું ન કરવું જોઈએ. આ સમજવું જરૂરી છે કે ન તો રાજ્યપાલ અને ન તો આ ન્યાયાલય સ્પીકરના કાર્યો પર અતિક્રમણ કરી શકે છે. રાજ્યપાલ ફક્ત વિધેયક દળનો જ સામનો કરી શકે છે. તે એકનાથ શિંદેને ઉઠાવીને એ ન કહી શકાય કે હવે તમે મુખ્યમંત્રી બની જાઓ.
વિશ્વાસ મતનો સામનો કેમ ન કર્યો?- કૉર્ટનો પ્રશ્ન
હવે આ દલીલો દરમિયાન એક સમય એવો આવ્યો જ્યારે કૉર્ટે તીખા અંદાજમાં કહ્યું કે તે ઉદ્ધવ ઠાકરેની સરકારને ફરી કેવી રીતે પાછી લાવી શકે છે. સીજેઆઈએ કહ્યું કે આ કહેવું સરળ છે. પણ શું થાય જો ઉદ્ધવ ઠાકરે સીએમ બની જાય છે. પણ તે સમયે તેમણે રાજીનામું ન આપ્યું? આ એવું જ થયું કે જેમ કૉર્ટને કહેવામાં આવી રહ્યું છે કે જે સરકાર રાજીનામું આપી ચૂકી છે, તેને ફરી સત્તામાં લાવો. મુખ્યમંત્રીએ વિશ્વાસમતનો સામનો કર્યા વગર જ રાજીનામું આપી દીધું, અમે તેમને તે પદ પર પાછા કેવી રીતે લાવી શકૂએ છીએ? આ જ ક્રમમાં જસ્ટિસ એમ આર શાહે કહ્યું કે કૉર્ટ તે સરાકરને કેવી રીતે પાછી લાવી શકે છે જેણે વિશ્વાસ મતનો સામનો જ નથી કર્યો? વાત આગળ વધારતા સીજેઆઈએ કહ્યું કે જો તમે વિશ્વાસ મત ગુમાવી ચૂક્યા છો તો આ એક તાર્કિક વાત થઈ હોત, એવું નથી કે તમને સરકારે બેદખલ કરી દીધા છે, તમે વિશ્વાસ મતનો સામનો જ નથી કર્યો?
રાજ્યપાલની ભૂમિકા પર વિવાદ
આ મામલે અભિશેક મનુ સિંધ્વીએ માત્ર એટલું જ કહ્યું કે રાજ્યપાલ દ્વારા ગેરકાયદેસર રીતે ફ્લોર ટેસ્ટ બોલાવવામાં આવી હતી. આજે પણ ગેરકાયદેસર સરકાર ચાલી રહી છે, અહીં કોઈ ચૂંટણી નથી થઈ. જો કે, કાલની સુનાવણી દરમિયાન રાજ્યપાલની ભૂમિકા પર સુપ્રીમ કૉર્ટે પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો. કૉર્ટે કહ્યું હતું કે રાજ્યપાલ માત્ર આ કારણસર સરકાર પાડી શકે છે, કારણકે કોઈ વિધેયકે કહ્યું કે તેમના જીવન અને સંપત્તિને જોખમ છે? શું વિશ્વાસ મત બોલાવવા માટે કોઈ સંવિધાનિક જોખમ હતું? સુપ્રીમ કૉર્ટે કહ્યું, સરકારને પાડવામાં રાજ્યપાલ સ્વેચ્છાએ સહયોગી ન થઈ શકે. લોકતંત્રમાં આ એક દુઃખદ તસવીર છે. સુરક્ષા માટે જોખમ વિશ્વાસ મતનો આધાર ન હોઈ શકે.
શું છે આખો રાજનૈતિક ડ્રામા?
નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં ગયા વર્ષે જૂનમાં એકનાથ શિંદે જૂથે બળવો કર્યો હતો. 2019માં જ્યારે ઉદ્ધવ ઠાકરેએ એનસીપી અને કૉંગ્રેસ સાથે મળીને સરકાર બનાવી, તે સમયે જ શિવસેનાનો એક તબક્કો આ મામલે નારાજ હતો. વિચારધારાને લઈને તો વિવાદ હતો જ, જમીન પર કેટલાક બીજા મુદ્દાઓને લઈને પણ અસંતોષ વધતો ગયો. તે અસંતોષને જોતા એકનાથ શિંદેએ મોટો બળવો કર્યો હતો. તેમને એ વાતનો ખ્યાલ હતો કે શિવસેનામાં અનેક નેતા તેમના નિર્ણયનું સમર્થન કરશે. એવું થયપં પણ કારણકે પાર્ટીના મોટાભાગના વિધેયકો પછીથી તેમની સાથે જ ચાલ્યા ગયા. ઘણા દિવસો સુધી આ રાજનૈતિક ડ્રામા આમ જ ચાલ્યો, શિંદેને પોતાના વિધેયકોને ગુવાહાટીની હોટલમાં સુદ્ધાં રાખવા પડ્યા.
પછીથી બીજેપી સાથે વાત કરવામાં આવી અને મહારાષ્ટ્રમાં નવી સરકાર બની ગઈ જ્યાં એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. હવે સરકાર ત બનાવી લીધી, શિદેએ શિવસેના પર પણ પોતાનો દાવો ઠોકી દીધો. તેમણે દબાણપૂર્વક કહ્યું કે કારણકે વધારે પાર્ટી નેતા તેમની સાથે છે, એવામાં ખરી શિવસેના તરીકે ઓળખાવાનો હક પણ તેમની પાસે છે. આ મામલો ચૂંટણીપંચ અને સુપ્રીમ કૉર્ટ સુધી ગયો. હવે ચૂંટણીપંચે ચૂંટણી ચિહ્નને લઈને શિંદેના પક્ષમાં નિર્ણય સંભળાવી દીધો છે, તો હજી આ મામલે કેટલાક પાસાંઓને લઈને સુપ્રીમ કૉર્ટમાં વિવાદ ચાલી રહ્યો છે. હકિકતે સુપ્રીમ કૉર્ટમાં પાંચ અરજીઓ દાખલ કરવામાં આવી છે.
સત્તા પરિવર્તન બાદ કોની પાસે કેટલી સીટ?
આ અરજીમાં ડિપ્ટી સ્પીકર દ્વારા શિંદે જૂથના 14 વિધેયકોને બર્ખાસ્ત કકવાની નોટિસ, ત્યારના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી દ્વારા ઉદ્ધવ ઠાકરેને ફ્લોર ટેસ્ટનો આદેશ આપવા અને એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનવાના આમંત્રણ આપવાના રાજ્યપાલના નિર્ણયને પડકારવા માટે આપવામાં આવી છે. આ અરજી પર સુપ્રીમ કૉર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ સમયે અનેક પાસાંઓ પર કૉર્ટ દ્વારા સુનાવણી કરવામાં આવી રહી છે. રાજ્યપાલની ભૂમિકા પર પણ વિવાદ થયો છે.
આ પણ વાંચો : Gujarat: પારિવારિક વિવાદમાં પાંચ વર્ષીય બાળક સહિત ત્રણના મોત
આમ તો મહારાષ્ટ્રમાં જ્યારથી સત્તા પરિવર્તન થયું છે, અનેક સમીકરણ બદલાઈ ચૂક્યા છે. હાલ મહારાષ્ટ્ર વિધાનસભામાં બીજેપી પાસે 105 સીટ છે, શિંદે શિવસેના પાસે 40, એનસીપી પાસે 53, કૉંગ્રેસ પાસે 45, ઉદ્ધવ જૂથ પાસે 17. હાલ કારણકે શિંદેવાળી શિવસેના બીજેપી સાથે છે, એવામાં તેમની પાસે ભારે બહુમત છે.