ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરેએ લિફ્ટમાં કરી સિક્રેટ મિટિંગ? ઠાકરેએ કહ્યું ના ના કરતે પ્યાર...

27 June, 2024 08:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Devendra Fadnavis and uddhav Thackeray Meet in Lift: ઉદ્ધવ ઠાકરે શું ફરી ભાજપ સાથે ગઠબંધન કરશે કે નહીં એવી ચર્ચા દરેક રાજકીય નેતાઓ વચ્ચે શરૂ છે.

દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરેની ફાઇલ તસવીર

મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની વિધાન ભવનમાં થયેલી મુલાકાતે રાજ્યના રાજકારણમાં જોરદાર ચર્ચા શરૂ થઈ છે. રાજ્ય વિધાનસભાના ચોમાસું સત્રના પહેલા જ દિવસે ઉદ્ધવ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis and uddhav Thackeray Meet in Lift) લિફ્ટની રાહ જોતાં જોવા મળ્યા હતા અને બંને નેતાઓ એકબીજા સાથે એક જ લિફ્ટમાં ગયા હતા. ઠાકરે અને ફડણવીસનો લિફ્ટમાં જવાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમ જ આ વાયરલ વિડિઓમાં ઠાકરે અને ફડણવીસ એક બીજા સાથે વાતો પણ કરતાં જોવા મળી રહ્યું છે.

યુબીટી અને વિરોધી પક્ષના નેતા ઉદ્ધવ ઠાકરે તેમજ ભારતીય જનતા પાર્ટી (BJP) અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ એક સાથે લિફ્ટમાં જવાના વીડિયોમાં ઠાકરેએ કહેતા સંભળાઇ (Devendra Fadnavis and uddhav Thackeray Meet in Lift) રહ્યા છે કે, "આ ઘટનાથી લોકોએ કદાચ `ના ના કરતા પ્યાર તુમહી સે કર બૈઠે` આ ગીત વિચાર્યું હશે, પરંતુ આવી કોઈ વાત આપણી વચ્ચે નહીં થાય." ઠાકરેએ આગળ હળવાશથી કહ્યું કે લિફ્ટ પાસે કાન નથી, તેથી ભવિષ્યમાં આવી મિટિંગ્સ લિફ્ટમાં કરવી સારું સજેશન છે.

ભાજપના વિધાનસભ્ય પ્રવિણ દરેકર (Devendra Fadnavis and uddhav Thackeray Meet in Lift) પણ આજ લિફ્ટમાં હતા. તેમણે કહ્યું, "જ્યારે લિફ્ટના દરવાજા ખૂલ્યા, ત્યારે ફડણવીસ સાહેબ બીજેપીના ઑફિસ તરફ ગયા અને ઉદ્ધવજી વિપક્ષની ઑફિસ તરફ ગયા. તેનો અર્થ એ છે કે ઉદ્ધવજી મહાયુતિમાં જોડાશે તેવો તેમનો કોઈ ઇરાદો નથી."

ફડણવીસ અને ઠાકરેની (Devendra Fadnavis and uddhav Thackeray Meet in Lift) એક્સિડેન્ટલ મુલાકાત પર શિવસેના એકનાથ શિંદે જૂથના નેતા સંજય શિરસાટે કહ્યું કે “ઠાકરે અને ફડણવીસ વચ્ચેની મુલાકાતે બતાવ્યું કે રાજકીય વિફલતાઓ હોઈ શકે પરંતુ દુશ્મની નહીં. વિધાન ભવન પરિસરમાં પત્રકારો સાથે વાત કરતાં શિરસાટે કહ્યું કે લડાઈ રાજકીય હોઈ શકે છે પરંતુ વ્યક્તિગત સંબંધ તૂટવા જોઈએ નહીં. "આનો અર્થ તમે સમજી શકો છો કે અમારી વ્યક્તિગત લડાઈ નથી. ઉદ્ધવ સાહેબે સમજી લીધું હશે કે તેઓ સંજય રાઉત જેવા લોકો દ્વારા ભ્રમિત થયા છે. મતભેદો હોવા જોઈએ પરંતુ દુશ્મની નહીં. આ તેનો ઉદાહરણ છે," શિરસાટે ભારપૂર્વક કહ્યું.

તાજેતરમાં, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ (Devendra Fadnavis and uddhav Thackeray Meet in Lift) દાવો કર્યો હતો કે 2019ની વિધાનસભા ચૂંટણીના પરિણામ પછી ફડણવીસે સીએમ પદના અઢી વર્ષના શેરિંગ વિશે વાત કરવા ઠાકરેને 50 વાર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ઠાકરેએ તેમના કૉલ્સ સ્વીકાર્ય નહોતા. સીએમ શિંદેએ કહ્યું કે ઠાકરેને વિશ્વાસ ન હતો કે તેઓ ભાજપ સાથે આગળ નહીં વધે. જેથી હવે ઉદ્ધવ ઠાકરે શું ફરી ભાજપ સાથે ગઠબંધન કરશે કે નહીં એવી ચર્ચા દરેક રાજકીય નેતાઓ વચ્ચે થઈ છે, એવી માહિતી સૂત્રોએ આપી હતી.

devendra fadnavis uddhav thackeray bharatiya janata party maharashtra news maharashtra political crisis shiv sena eknath shinde vidhan bhavan mumbai news political news indian politics