09 March, 2024 02:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
થાણે જિલ્લાના કલ્યાણમાં ૧૭.૫૭ લાખ રૂપિયાની કિંમતના ગુટકા અને અન્ય ટબૅકો પ્રોડક્ટ્સ સાથે બે ગુજરાતીની ધરપકડ કરવામાં આવી હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે કલ્યાણમાં ખડકપાડા પોલીસ સ્ટેશનની ટીમે બાતમીના આધારે એક ટેમ્પોને અટકાવ્યો હતો અને પ્રતિબંધિત સામાનને કારણે વાહનને જપ્ત કરવામાં આવ્યું હતું. ખડકપાડા પોલીસ સ્ટેશનના અસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર અનિલ ગાયકવાડે જણાવ્યું હતું કે ‘આરોપીઓ મોહમ્મદ રઝા મોનિસ પઠાણ અને વિનોદ ગંગવાણી ગુજરાતના વાપીના રહેવાસી છે. તેમની ધરપકડ કરવામાં આવી હતી.’