09 March, 2024 01:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડૉલી સોહી તેની બહેન અમનદીપ સાથે
થોડા સમયથી સર્વિકલ કૅન્સરથી પીડાતી ઍક્ટ્રેસ ડૉલી સોહીનું ગઈ કાલે ૪૮ વર્ષની ઉંમરે અવસાન થયું છે. ગઈ કાલે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ગુરુવારે ડૉલીની બહેન અમનદીપ સોહીનું કમળાને કારણે અવસાન થયું હતું. સોહી પરિવાર પર તો જાણે આફત આવી પડી છે.
ડૉલી સોહીએ ૨૦૦૦માં આવેલી ‘કલશ’ સિરિયલથી ઍક્ટિંગની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તે ‘કુસુમ’, ‘ભાભી’, ‘તુઝ સંગ પ્રીત લગાઈ સજના’, ‘હિટલર દીદી’, ‘દેવોં કે દેવ મહાદેવ’, ‘મેરી આશિકી તુમસે હી’, ‘કુમકુમ ભાગ્ય’ અને ‘મેરી દુર્ગા’માં જોવા મળી હતી. તે છેલ્લે ‘ઝનક’માં કામ કરી રહી હતી, પરંતુ સર્વિકલ કૅન્સરની સારવારને કારણે તેને આ શો છોડવો પડ્યો હતો. સર્વિકલ કૅન્સર એટલે ગર્ભાશયના મુખમાં થતું ટ્યુમર છે. કૅન્સરની જાણકારી ડૉલી સોહીએ ઇન્સ્ટાગ્રામ પર આપી હતી. ડૉલીના ડિવૉર્સ થઈ ચૂક્યા હતા અને તેને ૧૪ વર્ષની એક દીકરી છે.