26 October, 2024 10:56 AM IST | Pune | Gujarati Mid-day Correspondent
ટ્રક પકડાઈ
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને આચારસંહિતા લાગી ગઈ છે ત્યારે પોલીસ અને અન્ય એજન્સીઓ દ્વારા રોકડ, ડ્રગ્સ, સોના અને દારૂની હેરફેર પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. પુણેના સહકારનગર પાસે ગઈ કાલે સવારે નાકાબંધી દરમ્યાન ૧૩૮ કરોડ રૂપિયાના સોનાના દાગીના ભરેલી એક ટ્રક પકડાઈ હતી. પોલીસે હવે એ ટ્રકમાં સોનું કોનું હતું અને ક્યાં લઈ જવાતું હતું એની તપાસ ચાલુ કરી છે.