IRCTC Update:હવે બોલીને થશે ટ્રેનની ટિકિટ બૂક, ફૉર્મ ભરવાની નહિ કરવી પડે માથાકૂટ

05 March, 2023 09:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

હવે ફૉર્મ ભરવાની આ ઝંઝટમાંથી છૂટકારો મળી શકે છે, કારણકે IRCTC હવે એવું એડવાન્સ વૉઈસ ફીચર લાવી રહ્યું છે, જેમાં બોલવાથી ટિકિટ બૂક થઈ જશે.

પ્રતીકાત્મક તસવીર

ટ્રેનમાં ટિકિટ બુક કરાવવા માટે IRCTCની વેબસાઈટ પર લૉગઈન કરીને આખું ફૉર્મ ભરવાનું હોય છે, જેમાં પેસેન્જરનું નામ અને યાત્રાનું વિવરણ લેખિતમાં આપવાનું હોય છે. આ દરમિયાન ટિકિટ બુક કરવામાં ઘણો સમય લાગી જાય છે. અનેક વાર તો એવું થાય છે કે સીટ હોવા છતાં વેઈટિંગની ટિકિટ મળે છે. પણ હવે ફૉર્મ ભરવાની આ ઝંઝટમાંથી છૂટકારો મળી શકે છે, કારણકે IRCTC હવે એવું એડવાન્સ વૉઈસ ફીચર લાવી રહ્યું છે, જેમાં બોલવાથી ટિકિટ બૂક થઈ જશે.

તમે ગૂગલ વૉઈસ આસિસ્ટેન્ટ અને એમેઝૉન એલેક્સાની મદદ લેતા હોવ છો અને હવે કંઈક આ જ રીતે IRCTCના આ નવા ફીચરનો પણ લાભ ઉઠાવી શકશો. રેલવેએ પ્રવાસીઓને આ ફીચર ઉપલબ્ધ કરાવવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે.

ટેસ્ટિંગ પર ચાલે છે કામ
IRCTCની આગામી વૉઈસ-બેઝ્ડ-ઈ-ટિકિટ બુકિંગ સુવિધા ઑનલાઈન રિઝર્વેશન ટિકિટ બુકિંગ પ્રૉસેસને સરળ અને ઝડપી બનાવશે. એક ન્યૂઝ એજન્સીના રિપૉર્ટ પ્રમાણે, સૂત્રોએ દાવો કર્યો છે કે આઈઆરસીટીસી વર્તમાનમાં પોતાના AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ) પ્લેટફૉર્મ પર AskDishaમાં કેટલાક જરૂરી ફેરફાર કરવાની તૈયારીમાં છે.

આ પણ વાંચો : Mumbai લોકસભા ક્ષેત્રમાં શરૂ થશે બીજેપીની `આશીર્વાદ યાત્રા`, મિશન 2024ની તૈયારી

રિપૉર્ટ પ્રમાણે ટ્રાયલનું પહેલું ચરણ સફળ રહ્યું છે. આ ફીચરને રોલ આઉટ કરતા પહેલા આઈઆરસીટીસી દ્વારા ટૂંક સમયમાં જ કેટલાક હજી વધુ પગલા લેવાની આશા છે. કહેવામાં આવી રહ્યું છે કે આઈઆરસીટીસી આગામી 3 મહિનાની અંદર `AskDisha` ઑનલાઈન ટિકિટ બુકિંગ પ્લેટફૉર્મ પર એઆઈ-સંચાલિત વૉઈસ-આધારિત ટિકિટ બુકિંગ સુવિધા રજૂ કરી શકે છે.

Mumbai mumbai news irctc train accident mumbai trains maharashtra national news