Accident: મહારાષ્ટ્રમાં કરૂણ માર્ગ અકસ્માત, રસ્તાના કિનારે સૂતેલા મજૂરોને ટ્રકે કચડી નાખ્યા

02 October, 2023 04:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્ર (Maharashtra)ના બુલઢાણા જિલ્લામાં એક દર્દનાક માર્ગ અકસ્માત (Accident) થયો છે. રસ્તાની બાજુના ટીન શેડમાં સૂતા કામદારોને આઇશર ટ્રકે કચડી નાખ્યા હતા

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્ર (Maharashtra)ના બુલઢાણા જિલ્લામાં એક દર્દનાક માર્ગ અકસ્માત (Accident) થયો છે. રસ્તાની બાજુના ટીન શેડમાં સૂતા કામદારોને આઇશર ટ્રકે કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં ચાર લોકોનાં મોત થયા છે અને 6 લોકો ઘાયલ થયા છે. બે લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. માર્ગ અકસ્માત બાદ ચાલક ટ્રક મુકીને ફરાર થઈ ગયો હતો. માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આ ઘટના સવારે સાડા પાંચ વાગ્યાની છે.

તમામ કામદારો હાઈવેની બાજુમાં સૂતા હતા

મહારાષ્ટ્રના બુલઢાણા (Buldhana) જિલ્લામાં સોમવારે સવારે 5:30 વાગ્યાની આસપાસ નેશનલ હાઈવે નંબર 6 પર કામ કરતાં ચાર મજૂરોનાં એક દુ:ખદ અકસ્માત (Road Accident)માં મોત નીપજ્યાં છે. 6 મજૂરો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. આ તમામ મજૂરો મધ્યપ્રદેશના રહેવાસી હોવાનું કહેવાય છે. તેઓ છેલ્લા એક સપ્તાહથી નેશનલ હાઈવે 6 પર કામ કરી રહ્યા હતા. બુલઢાણા જિલ્લાના રાષ્ટ્રીય ધોરીમાર્ગ 6 પર મલકાપુર નજીક વડનેર ભોલજી ગામ નજીક હાઇવે કામ કરવા આવેલા મજૂરોને એક ઝડપી ટ્રકે કચડી નાખ્યા હતા.

અકસ્માતમાં ચાર મજૂરોનાં મોત

આ તમામ કામદારો હાઇવેની બાજુમાં સૂતા હતા. આ અકસ્માતમાં ત્રણ મજૂરોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે એકનું હોસ્પિટલમાં મોત થયું હતું. આ અકસ્માતમાં છ મજૂરો ઘાયલ થયા છે, જેમાંથી ત્રણની હાલત ગંભીર છે અને તમામની મલકાપુરની સરકારી હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

મૃતકોની ઓળખ થઈ

આ ઘટનામાં 26 વર્ષીય યુવક પ્રકાશ બાબુ જાંભેકર અને પંકજ તુલશીરામ જાંભેકરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. 18 વર્ષના યુવક અભિષેક રમેશ જાંભેકરનું સારવાર દરમિયાન મોત થયું હતું. રાજા જાદુ જાંભેકર અને 25 વર્ષીય દીપક શુજી બેલસારે ઘાયલ થયા હતા અને તેઓ મલકાપુરની સરકારી હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે.

જામનગરમાં એક્સિડન્ટમાં પરિવારનું મોત

ગુજરાત રાજ્યમાં દિવસે-દિવસે રોડ અકસ્માતોની અનેક દુર્ઘટનાઓ સામે આવતી હોય છે. આ દુર્ઘટનાઓમાં અનેક લોકો પોતાના જીવ ગુમાવે છે. આજે આવી જ એક દુર્ઘટના જામનગર (Jamnagar-Kalavad Accident)માંથી સામે આવી છે. મળતી માહિતી અનુસાર એક ઇકો કાર અને ટ્રેક્ટર વચ્ચે ટક્કર થઈ હતી. આ ટક્કરને કારણે ઇકોમાં સવાર એક જ પરિવારના ત્રણ લોકોનાં મોત થયાં છે. આ અકસ્માતમાં બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયાના પણ સમાચાર સામે આવી રહ્યા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિયલમાં લઈ જવામાં આવ્યા છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર જામનગર તાલુકાના મસિતિયા ગામના સૈયદ આમનશા બાપુ મટારી તેમના પરિવાર સાથે ધોરાજીથી ઇકોમાં બેસીને પરત ફરી રહ્યા હતા.

road accident mumbai mumbai news maharashtra maharashtra news