14 July, 2024 08:05 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
Tragic Accident on Mumbai-Nashik Highway: મહારાષ્ટ્રમાં એક મોટી દુર્ઘટનાના અહેવાલ છે. નાસિક-મુંબઈ હાઈવે પર કસારા ઘાટ પાસે એક કન્ટેનર અનેક વાહનોને ટક્કર માર્યું હતું, જેમાં લગભગ 6 થી 7 વાહનો તૂટી પડ્યા હતા. આ દરમિયાન 10 થી 15 લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને પ્રાથમિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ કન્ટેનર ટ્રેનની બ્રેક ફેલ થઈ ગઈ હતી.
બ્રેક ફેલ થવાના કારણે આ અકસ્માત સર્જાયો
કહેવામાં આવી રહ્યું છે કે આટલી મોટી દુર્ઘટનાનું કારણ કન્ટેનરની બ્રેક ફેઈલ થઈ ગઈ હોવાનું છે. બ્રેક લગાવી ન શકવાને કારણે ડ્રાઈવરે કન્ટેનર પરનો કાબૂ ગુમાવ્યો હતો અને વાહન હાઈવેની બાજુમાં પાર્ક કરાયેલા અનેક વાહનો સાથે અથડાયું હતું. અકસ્માત સમયે તમામ વાહનો રોડની સાઈડમાં પાર્ક કરવામાં આવ્યા હતા.
હકીકતમાં, વરસાદના દિવસોમાં, કસારા ઘાટમાં ઘણી જગ્યાએ ધોધ વહેવા લાગે છે. આ ધોધ પાસે લોકો આવીને ઊભા રહે છે. મળતી માહિતી મુજબ, કદાચ આ લોકો અહીં પોતાના વાહનો પાર્ક કરીને વરસાદની મજા માણી રહ્યા હતા, તે જ સમયે આ અકસ્માત થયો હતો.
નાશિકમાં પણ હિટ ઍન્ડ રન
મહારાષ્ટ્રમાં વધુ એક દુ:ખદ હિટ ઍન્ડ રનની ઘટના સામે આવી છે. મંગળવારે નવ જુલઈએ મહારાષ્ટ્રના નાશિકમાં એક 36 વર્ષની મહિલ વૈશાલી શિંદેને એક ઝડપી કરે જોરદાર ટક્કર મારી હતી જેમાં તેમનું મૃત્યુ થયું હતું. આ ઘટનાનો હવે CCTV ફૂટેજ સામે આવ્યો છે. આ ફૂટેજમાં અકસ્માની ભયાનક ઘટના જોવા મળી રહ્યું છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે એક સફેદ કાર મહિલાને પાછળથી જોરદાર ટક્કર મારે છે. કારની ટક્કર લાગ્યા બાદ પીડિત મહિલા 15થી 20 મીટર સુધી હવામાં ઊછળીને રસ્તા પર પટકાય છે.
આ ભયાનક અકસ્માત બાદ તરત જ નજીક ઉભેલા બે લોકો પીડિત મહિલાની મદદ માટે દોડી આવ્યા હતા અને તે બાદ તેને ગંભીર હાલતમાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જો કે કારની ટક્કર બાદ એકદમ ગંભીર રીતે જખમી થયેલી વૈશાલીનું હૉસ્પિટલમાં સારવાર દરમિયાન જ મૃત્યુ થયું હતું. આ ઘટના સાંજે પાંચ વાગ્યાની આસપાસ નાશિક નજીક આવેલા ગંગાપુર વિસ્તારમાં બની હતી. અકસ્માત બાદ ડ્રાઇવર તરત જ ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો, પરંતુ પોલીસે આ મામલે કડક કાર્યવાહી કરી આ બે લોકોની ધરપકડ કરી હતી.
ઉલ્લેખનીય છે કે આવી જ એક ઘટના મુંબઈના વરલીમાં બની હતી. આ હિટ-ઍન્ડ-રન કેસમાં એક ઝડપી BMW કારે ટુ-વ્હીલર પર સવાર દંપતીને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં સાત જુલાઈના રોજ 45 વર્ષના કાવેરી નાખ્વાનું મૃત્યુ થયું હતું અને કાવેરીના પતિને ઈજા થઈ હતી. આ ઘટના ત્યારે બની જ્યારે કાવેરી અને તેનો પતિ પ્રદિપ માછલી ખરીદી કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન વરલી નજીક તેમની સાથે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં કાર ચાલક મિહિર શાહ જે શિવસેના એકનાથ શિંદે જૂથના નેતા રાજેશ શાહનો પુત્ર છે તેની ધરપકડ કરવામાં આવી હતી.