midday

આવતી કાલે BKCમાં રહેશે ટ્રાફિકનાં નિયંત્રણો

29 November, 2024 12:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મોટી સંખ્યામાં લોકો આવવાની શક્યતા હોવાથી મોડી રાત સુધી ટ્રાફિકનાં નિયંત્રણો રાખવામાં આવ્યાં છે.
પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

પૉપસ્ટાર દુઆ લિપા અને કૅનેડિયન સિંગર જોનિતા ગાંધીનો આવતી કાલે બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં શો હોવાથી ટ્રાફિક-પોલીસે અમુક રસ્તા પર ટ્રાફિકનાં નિયંત્રણો જાહેર કર્યાં છે. બાંદરા-ઈસ્ટમાં ભારતનગર જંક્શનથી કુર્લાની દિશામાં જતો સંત જ્ઞાનેશ્વર માર્ગ અને ખેરવાડી ગવર્નમેન્ટ કૉલોનીથી UTI ટાવર તરફનો રસ્તો સંપૂર્ણ બંધ રહેશે. મોટરિસ્ટો વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરી શકે છે. કૉન્સર્ટ આવતી કાલે બપોરે ૩ વાગ્યે છે, પણ મોટી સંખ્યામાં લોકો આવવાની શક્યતા હોવાથી મોડી રાત સુધી ટ્રાફિકનાં નિયંત્રણો રાખવામાં આવ્યાં છે. 

Whatsapp-channel
mumbai news mumbai bandra kurla complex mumbai traffic police mumbai traffic