ચિંચોટી ધોધ પાસે મોજમસ્તી કરતા પર્યટકોને બહાર કાઢવામાં આવ્યા

21 July, 2024 08:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દર વર્ષે આ ધોધમાં ચારથી પાંચ લોકો ડૂબી જવાથી મૃત્યુ પામે છે.

પ્રતીકાત્મક તસવીર

નાયગાંવ-ઈસ્ટના ચિંચોટી ધોધ પાસેના જોખમી સ્થળ પર ચોમાસા દરમ્યાન ગઈ કાલે પર્યટકોની ભારે ભીડ જોવા મળી હતી. પ્રતિબંધ લાદવામાં આવ્યો હોવા છતાં પર્યટકો મોટી સંખ્યામાં આવ્યા હોવાની માહિતી મળતાંની સાથે જ નાયગાંવ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તરત જ તેમને બહાર કાઢ્યા હતા. નાયગાંવ-ઈસ્ટના ચિંચોટીસ્થિત ડુંગર પર ચોમાસા દરમ્યાન ધોધ તૈયાર થાય છે. એથી મોટી સંખ્યામાં પર્યટકો ત્યાં આવે છે. જોકે વરસાદમાં એ જોખમી બની જાય છે. દર વર્ષે આ ધોધમાં ચારથી પાંચ લોકો ડૂબી જવાથી મૃત્યુ પામે છે. ગયા વર્ષે જુલાઈમાં ચાર યુવકો એમાં ડૂબી ગયા હતા. 

mumbai news mumbai naigaon monsoon news mumbai monsoon mumbai police