midday

Torres Scam: ટોરેસની કાંદિવલી બ્રાન્ચમાં દરોડા પડાયા- એક જ અઠવાડિયામાં લાગ્યા તાળાં

14 January, 2025 12:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Torres Scam: સોમવારે કાંદિવલીના પોઇસર વિસ્તારમાં ટોરેસની ઓફિસ પર દરોડા પાડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. 
પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

છેલ્લા કેટલાક દિવસથી ટોરેસ ગોટાળો (Torres Scam) બરાબરનો ચગ્યો છે. આ મુદ્દે આર્થિક ગુના શાખા તપાસ કરી રહી છે. આખરે આ કૌભાંડમાંજે જે લોકો સંડોવાયેલા છે તે તમામ લોકોની ધરપકડ કરવાથી લઈને વિવિધ સ્થળોએ દરોડા પણ પાડવામાં આવી રહ્યા છે. હવે ક્રાઈમ બ્રાન્ચની તપાસને લઈને મહત્વના અપડેટ સામે આવ્યા છે. તે અનુસાર સોમવારે કાંદિવલીના પોઇસર વિસ્તારમાં ટોરેસની ઓફિસ પર દરોડા પાડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. 

ટોરેસની છઠ્ઠી શાખા ક્યાં અને ક્યારે ખોલવામાં આવી હતી?

પ્રાપ્ત અહેવાલો અનુસાર ટોરેસની છઠ્ઠી શાખા 29 ડિસેમ્બરના રોજ પોઇસરમાં શરૂ કરવામાં આવી હતી. હવે જ્યારે આ સમગ્ર કૌભાંડ (Torres Scam)નો પર્દાફાશ થયો છે તેના એક જ અડથવાડિયાની અંદર આ બ્રાન્ચને તાળાં લાગી ગયા છે. ટોરેસની કાંદિવલીમાં આવેલી બ્રાન્ચ પર દરોડા પડ્યા બાદ એવી આશા રાખવામાં આવી રહી છે કે હવે આ મામલે નવા નવા તથ્યો સામે આવી શકે છે જે આ મામલાના મૂળ સુધી પહોંચવામાં મદદ કરશે. 

ટોરેસની વિવિધ બ્રાન્ચમાંથી 9 કરોડ રૂપિયાથી વધુની રોકડ જપ્ત

તમને જણાવી દઈએ કે ટોરેસ (Torres Scam)માં ઇન્વેસ્ટમેન્ટ કરનાર રોકાણકારોને ચૂનો લાગ્યો છે. હજી આ લોકો માટેર ખાસ કોઈ રાહતના સમાચાર સામે આવ્યા નથી એ વચ્ચે હવે કાંદિવલીની વિવિધ બ્રાન્ચમાં પાડવામાં આવેલા દરોડામાંથી મુદ્દામાલ જપ્ત કરવામાં આવી રહ્યો છે. 

રોકાણકારો પોલીસ સ્ટેશનમાં જઈને પોતાના ઇન્વેસ્ટ કરાયેલા પૈસા પાછા મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આર્થિક ગુના શાખા (EOW) આ મામલાની સંપૂર્ણ તપાસ કરી રહી છે અને મુંબઈમાં ટોરેસની તમામ કચેરીઓમાંથી 9 કરોડ રૂપિયાથી વધુની રોકડ રકમ પણ જપ્ત કરી લેવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. 

હજી એપ અને સાઇટ ચાલુ છે- પૈસા પાછા મળશે એવી માહિતી આપવામાં આવી રહી છે 

આ સાથે જ ટોરેસની વેબસાઈટ (Torres Scam) અને એપ હજુ ચાલુ છે અને તે રનિંગ છે. આ એપ દ્વારા રોકાણકારોને દરરોજ અલગ-અલગ માહિતી આપવામાં આવી રહી છે. આ એપ કોણ અને ક્યાંથી ચલાવી રહ્યું છે જેવા અનેક સવાલો હજી તપાસરહિત છે. આ સાથે જ એવો પણ સવાલ પોલીસ તંત્ર પણ ઊઠવાઈ રહ્યો છે કે આટલો મોટો ગોટાળો સામે આવ્યા બાદ પણ હજી કેમ આ એપ બંધ કરવામાં આવી નથી?આટલા મોટા ગોટાળાની પોલ ખૂલી હોવા છતાં આ એપ પરથી રોકાણકારોને એવી માહિતી આપવામાં આવી રહી છે કે તે લોકોને તેમના પૈસા પાછા આપવામાં આવશે.

Torres Scam: માત્ર દસમું ધોરણ પાસ કરનાર તૌસીફ રિયાઝને દાદર ખાતેની ઓફિસમાં ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ જ ઓફિસમાં તૌસીફ અગાઉ રોકાણકારોના આધાર કાર્ડની ઝેરોક્ષ કરવાનું કામ કરતો હતો.

mumbai news mumbai Crime News mumbai crime news crime branch mumbai crime branch kandivli cyber crime