15 September, 2024 07:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
આજે ઘાટકોપરના બધા જ જૈન સંઘોની રથયાત્રા ઘાટકોપરના રાજમાર્ગો પરથી પસાર થશે. આ રથયાત્રામાં ઘાટકોપરના વિવિધ સંઘોમાં બિરાજમાન સાધુભગવંતો હાજરી આપશે. આ રથયાત્રા સવારના આઠ વાગ્યે ઘાટકોપર-વેસ્ટના સંઘાણી એસ્ટેટ જૈન સંઘમાંથી નીકળીને લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ પર થઈને કામા લેનના મુનિસુવ્રત જૈન દેરાસરથી મહાત્મા ગાંધી રોડ પરથી ઘાટકોપર-ઈસ્ટના રાજમાર્ગો પર ફરશે. આ રથયાત્રામાં ભગવાનના રથ સાથે ભગવાન મહાવીરસ્વામીના પારણાનો અને ત્રિશલા માતાનાં ૧૪ સપનોનાં દર્શન કરવાનો લોકોને લાભ મળશે. રથયાત્રામાં બાદ દરેક સંઘમાં સવારે ૧૧ વાગ્યાથી સ્વામીવાત્સલ્યની વ્યવસ્થા રાખવામાં આવી છે.