06 January, 2023 09:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક
મુંબઈ (પી.ટી.આઇ.) : મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ભિવંડી-કલ્યાણ માર્ગ પર એક ટ્રકમાંથી મળી આવેલાં ૧૧.૧૩ લાખ રૂપિયાનાં પ્રતિબંધિત તમાકુ ઉત્પાદનો જપ્ત કરાયાં હતાં અને દાણચોરીમાં સંડોવણી ધરાવનારા ત્રણ જણની ધરપકડ કરવામાં આવી હતી.પોલીસ અધિકારીએ ગુરુવારે આપેલી જાણકારી અનુસાર શાંતિનગર પોલીસ સ્ટેશનની ટીમે બાતમીના આધારે ટ્રકને આંતરી હતી. આઇપીસી અને ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશનની જોગવાઈઓ હેઠળ આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.