ભાંડુપમાં થઈ બદલાપુરવાળી

30 November, 2024 08:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્કૂલની ત્રણ સ્ટુડન્ટ્સનો લિફ્ટ-મેકૅનિકે વિનયભંગ કર્યો : ૧૦થી ૧૧ વર્ષની પીડિત સ્ટુડન્ટ્સે ઘટનાની જાણ કરતાં શિક્ષકોએ મેકૅનિકને પકડીને પોલીસને હવાલે કર્યો

પ્રતીકાત્મક તસવીર

બદલાપુરની ફેમસ સ્કૂલમાં બે માસૂમ બાળકીનું સફાઈકર્મચારીએ શારીરિક શોષણ કરવાની ઘટના ખૂબ ગાજી હતી. હવે ભાંડુપમાં પણ જાણીતી સ્કૂલમાં ૧૦થી ૧૧ વર્ષની ત્રણ ગર્લ સ્ટુડન્ટ્સનો સ્કૂલના લિફ્ટ-મેકૅનિકે વિનયભંગ કર્યો હોવાની ચોંકાવનારી ઘટના બની છે. પોલીસના જણાવ્યા મુજબ ૨૭ નવેમ્બરે સવારે ૧૦થી દોઢ વાગ્યા દરમ્યાન અહીંની ફેમસ સ્કૂલમાં સ્ટુડન્ટ્સ બેઝમેન્ટમાં યોગા કરી રહી હતી. આ સમયે લિફ્ટ મેઇન્ટેનન્સ કરતી કંપનીનો એક મેકૅનિક ત્રણ સ્ટુડન્ટ્સ પાસે ગયો હતો અને તેમનો વિનયભંગ કર્યો હતો. બાદમાં આ સ્ટુડન્ટ્સે સ્કૂલના શિક્ષકોને આ ઘટનાની જાણ કરતાં તેમણે ઘટનાસ્થળનાં ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ ચેક કર્યાં હતાં, જેમાં મેકૅનિક ત્રણ ગર્લ સ્ટુડન્ટ્સ સાથે અયોગ્ય વર્તન કરીને તેમનો વિનયભંગ કરતો હોવાનું જણાયું હતું. એ પછી શિક્ષકોએ મેકૅનિકને પકડી લીધો હતો અને પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. પોલીસે સ્કૂલમાં પહોંચીને લિફ્ટના ૨૭ વર્ષના મેકૅનિક ગોપાલ ગોવડાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

bhandup sexual crime Crime News mumbai crime news mumbai police