15 November, 2024 11:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના કામમાં મોટા પ્રમાણમાં સરકારી કે સુધરાઈ દ્વારા સંચાલિત સ્કૂલોના શિક્ષકોને કામે લગાવવામાં આવે છે. મતદાન ૨૦ નવેમ્બરે છે, પણ એની અંતિમ તૈયારી ૧૮ નવેમ્બરથી જ શરૂ જશે એટલે સરકારી સ્કૂલના હજારો શિક્ષકો ચૂંટણી પંચની ડ્યુટીમાં વ્યસ્ત રહેશે. આને લીધે સ્કૂલમાં આ શિક્ષકો હાજર નહીં રહી શકે એટલે ૧૮થી ૨૦ નવેમ્બર સુધી સરકારી સ્કૂલોમાં રજા જાહેર કરવાની માગણી શિક્ષકોના સંગઠન દ્વારા કરવામાં આવી હતી. સંગઠનની માગણીને યોગ્ય ઠેરવીને રાજ્યના શિક્ષણ વિભાગે ૧૮થી ૨૦ નવેમ્બર સુધી સ્કૂલોમાં રજા જાહેર કરવાનો નિર્દેશ જિલ્લાના સંબંધિત શિક્ષણ અધિકારીઓને ગઈ કાલે આપ્યો હતો. ૧૭ નવેમ્બરે રવિવાર છે એટલે સરકારી સ્કૂલોમાં સળંગ ચાર દિવસની રજા રહેશે.