નવી મુંબઈ : ખારકોપર રેલવે સ્ટેશને ટ્રેનના ડબ્બા ખડી પડ્યા

28 February, 2023 11:24 AM IST  |  Navi Mumbai | Gujarati Mid-day Online Correspondent

દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં : મધ્ય રેલવેનો વ્યવહાર ખોરવાયો

પ્રતીકાત્મક તસવીર

મધ્ય રેલવે (Central Railway)ના પ્રવાસીઓને આજે સવારે થોડીક મુશ્કેલીઓનો સમાનો કરવો પડ્યો હતો. કારણકે આજે સવારે ખારકોપર (Kharkopar) લોકલ ટ્રેન (Local Train)ના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. સદ્નસીબે આ દુર્ઘટનામાં જાનહાનિ થઈ નહોતી.

મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શિવાજી સુતાર (Shivaji Sutar)એ જણાવ્યું કે, મંગળવારે સવારે ૮.૪૬ વાગ્યે ખારકોપર સ્ટેશનમાં પ્રવેશતી વખતે બેલાપુરથી ખારકોપર લોકલ ટ્રેનના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.

સેન્ટ્રલ રેલ્વેના જણાવ્યા અનુસાર, હજુ સુધી કોઈ મુસાફરોને ઈજા થઈ નથી. પુનઃસ્થાપન માટે રાહત ટ્રેનો સ્થળ તરફ રવાના થઈ ગઈ છે. બેલાપુર-સીવુડ્સ-ખારપોકર ઉપનગરીય કોરિડોર પરનો ટ્રેન વ્યવહાર સ્થગિત કરી દેવામાં આવ્યો છે.

શિવાજી સુતારે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, ‘ખારકોપર સ્ટેશનમાં પ્રવેશતી વખતે બેલાપુરથી ખારકોપર લોકલ ટ્રેનના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. સમય સવારે ૮.૪૬ વાગ્યે. કોઈ મુસાફરોને ઈજા થઈ નથી. રાહત ટ્રેનો પુનઃસ્થાપન માટે સ્થળ તરફ રવાના થઈ છે. બેલાપુર-ખારકોપર-નેરુલ લાઇન પર આની અસર થઈ છે અને ટ્રેનો ચાલી રહી નથી.’

અન્ય એક ટ્વિટમાં શિવાજી સુતારે લખ્યું કે, ‘હાર્બર લાઇનની ટ્રેનો સમયપત્રક મુજબ દોડી રહી છે.’

સમાચાર એજન્સી પીટીઆઈના અધિકારીએ જણાવ્યું કે, ‘પનવેલ અને અન્ય સ્થળોએથી રાહત ટ્રેનો પાટા પરથી ઉતરી ગયેલા સ્થળ પર પહોંચી હતી અને વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ટ્રેનના ડબ્બા પાટા પરથી કઈ રીતે ખસી ગયા તેનું કારણ હજી સુધી જાણી શકાયું નથી.’

આ પણ વાંચો - આ પારસીની સચ્ચાઈને સૅલ્યુટ

ટ્રેનનું ડબ્બા પાટા પરથી ઉતરી જતાં મુસાફરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ ઘટના બાદ ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો.

mumbai mumbai news navi mumbai mumbai local train central railway harbour line