મુંબઈ એરપોર્ટને બૉમ્બથી ઉડાવવાની ધમકી, બિટકૉઈનમાં માંગ્યા 10 લાખ ડૉલર

24 November, 2023 10:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈના ઈન્ટરનેશનલ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મામલો સામે આવ્યો છે. પોલીસે એફઆઈઆર નોંધી છે.આ ધમકી ઈમેલ દ્વારા આવી છે.

મુંબઈ એરપોર્ટ (ફાઈલ ફોટો)

મુંબઈના ઈન્ટરનેશનલ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મામલો સામે આવ્યો છે. પોલીસે એફઆઈઆર નોંધી છે. આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે. આ ધમકી ઈમેલ દ્વારા આવી છે.મેલ મોકલનાર વિસ્ફોટને ટાળવા માટે 48 કલાકની અંદર 1 મિલિયન ડોલરની ચુકવણીની માંગ કરી છે, તે પણ બિટકોઈનમાં.તેણે ઈમેલમાં વધુમાં કહ્યું કે, જો બિટકોઈનમાં રકમ નહીં આપવામાં આવે તો સ્થિતિ ખરાબ થઈ જશે.

મુંબઈની સહાર પોલીસે કલમ 385 અને 505(1)(b) હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે.પોલીસનું કહેવું છે કે મેલના આધારે FIR નોંધવામાં આવી છે. વધુ તપાસ હાથ ધરી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે 11-24“quaidacasrol@gmail.com” નામના આઈડી પરથી ધમકીભર્યો ઈમેલ આવ્યો છે.પોલીસે વધુમાં જણાવ્યું કે આરોપીએ ગુરુવારે સવારે 11 વાગ્યે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (MIAL)ના ફીડબેક ઈનબોક્સમાં આ ઈમેલ મોકલ્યો છે.

ધમકીભર્યા મેલમાં આરોપીએ લખ્યું છે કે તમારા એરપોર્ટ માટે આ છેલ્લી ચેતવણી છે. જો $1 મિલિયન આપવામાં નહીં આવે, તો અમે 48 કલાકની અંદર એરપોર્ટના ટર્મિનલ 2 પર બોમ્બ ધડાકા કરીશું. આ માટે બિટકોઈનમાં અમને એક મિલિયન ડોલર મોકલવા જોઈએ.24 કલાક પછી અન્ય એલર્ટ આપવામાં આવશે. જે આઈપી એડ્રેસનો ઉપયોગ કરીને આ ધમકીભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો હતો તેને ટ્રેસ કરવામાં આવ્યો છે. પોલીસ હવે ઈમેલ મોકલનાર વ્યક્તિને ઓળખવામાં વ્યસ્ત છે.

નોંધનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની હત્યા કરવા માટે ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમની ગેંગના સભ્ય દ્વારા તેમને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ બદલ મુંબઈ પોલીસે પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરવા બદલ એક વ્યક્તિની ધરપકડ પણ કરી હતી. એક અધિકારીએ બુધવારે (22 નવેમ્બર 2023) આ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે 29 વર્ષીય આરોપીની ઓળખ કામરાન અમીર ખાન તરીકે થઈ છે. તે મુંબઈના સાયન ઈસ્ટનો રહેવાસી છે અને તેણે મંગળવારે આ ધમકીભર્યો ફોન કર્યો હતો. જો કે આ કોલ ફેક નીકળ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીએ પોલીસ કંટ્રોલ રૂમને ફોન કર્યો હતો જ્યારે તે જેજે હોસ્પિટલમાં હતો અને દર્દીઓની લાંબી કતારને કારણે તેને ડૉક્ટરને મળવામાં વિલંબ થઈ રહ્યો હતો. અધિકારીએ કહ્યું, `આરોપી માનસિક રીતે અસ્વસ્થ છે અને નકલી કોલ કેસમાં અગાઉ પણ તેની ધરપકડ કરવામાં આવી છે.` 

 

 

mumbai airport mumbai news maharashtra news mumbai police