આ વર્ષે પણ મળશે ૭૫,૦૦૦ ગોવિંદાઓને ૧૦ લાખનો વીમો

27 July, 2024 01:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દરેક ગોવિંદાને ૧૦ લાખ રૂપિયા સુધીનું ઇન્શ્યૉરન્સ-કવર મળવાનું છે

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં દર વર્ષે દહીહંડીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે. એમાં લાખોની સંખ્યામાં ગોવિંદાઓ એક પર એક ચડી માનવથર બનાવીને હંડી ફોડતા હોય છે. જોકે એ જોખમી હોવાથી અનેક ગોવિંદાઓ દર વર્ષે નીચે પણ પટકાય છે અને તેમને ઈજા થાય છે. એથી રાજ્ય સરકાર દ્વારા ગોવિંદાનો પહેલાં ઍડ્વેન્ચરસ સ્પૉર્ટ્સમાં સમાવેશ કરવામાં આવ્યો હતો અને હવે આ ત્રીજું વર્ષ છે જ્યારે ગોવિંદાઓને ઇન્શ્યૉરન્સ પૂરો પાડવામાં આવશે.

આ વર્ષે ૭૫,૦૦૦ ગોવિંદાઓે માટે રાજ્ય સરકારે ઇન્શ્યૉરન્સ કાઢ્યો છે. એમાં દરેક ગોવિંદાને ૧૦ લાખ રૂપિયા સુધીનું ઇન્શ્યૉરન્સ-કવર મળવાનું છે. ગોવિંદાઓએ ગયા રવિવારથી એટલે કે ગુરુપૂર્ણિમાથી પ્રૅક્ટિસ શરૂ કરી દીધી છે. ગયા વર્ષે ૭૭,૦૦૦ કરતાં વધુ ગોવિંદાનો ઇન્શ્યૉરન્સ કાઢવામાં આવ્યો હતો. રાજ્ય સરકારે એ માટે ૩૭.૫ લાખ રૂપિયાનું પ્રીમિયિમ ભર્યું હતું. 

mumbai news mumbai govinda janmashtami maharashtra news