03 June, 2024 09:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઊંચાં મોજાં ઊછળવા
ચોમાસામાં સમુદ્રમાં મોટી ભરતીના દિવસે મુંબઈમાં જોરદાર વરસાદ પડે તો શહેરમાં પાણી ભરાઈ જવાની શક્યતા હોય છે, કારણ કે એ સમયે બૃહનમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ફ્લડ ગેટ બંધ કરી દેતી હોય છે. એનો અર્થ એ થયો કે આવા સમયે શહેરનું પાણી સમુદ્રમાં છોડી શકાતું નથી અને આવા સમયે જોરદાર વરસાદ પડ્યો તો શહેર જળબંબાકાર થવાની ભારોભાર શક્યતા હોય છે. આ વર્ષે ચોમાસામાં સાડાચાર મીટર કરતાં વધુ ઊંચાં મોજાં ઊછળવા સાથે મોટી ભરતીના દિવસ અને સમય નીચે મુજબ છે.
જૂન
બુધવાર ૫ જૂન, સવારે ૧૧.૫૧
ગુરુવાર ૬ જૂન, બપોરે ૧૨.૦૫
શુક્રવાર ૭ જૂન, બપોરે ૧૨.૫૦
શનિવાર ૮ જૂન, બપોરે ૧.૩૪
રવિવાર ૨૩ જૂન, બપોરે ૧.૦૯
સોમવાર ૨૪ જૂન, બપોરે ૧.૫૩
મંગળવાર ૨૫ જૂન, બપોરે ૨.૩૬
જુલાઈ
સોમવાર ૨૨ જુલાઈ, બપોરે ૧૨.૫૦
મંગળવાર ૨૩ જુલાઈ, બપોરે ૧.૨૯
બુધવાર ૨૪ જુલાઈ, બપોરે ૨.૧૧
ગુરુવાર ૨૫ જુલાઈ, બપોરે ૨.૫૧
ઑગસ્ટ
સોમવાર ૧૯ ઑગસ્ટ, સવારે ૧૧.૪૫
મંગળવાર ૨૦ ઑગસ્ટ, બપોરે ૧૨.૨૨
બુધવાર ૨૧ ઑગસ્ટ, બપોરે ૧૨.૫૭ અને મધરાત બાદ ૧.૧૮
ગુરુવાર ૨૨ ઑગસ્ટ , બપોરે ૧.૩૫ અને મધરાત બાદ ૨.૦૩
શુક્રવાર ૨૩ ઑગસ્ટ, બપોરે ૨.૧૫
સપ્ટેમ્બર
મંગળવાર ૧૭ સપ્ટેમ્બર, સવારે ૧૧.૧૪
બુધવાર ૧૮ સપ્ટેમ્બર, સવારે ૧૧.૫૦ અને રાત્રે ૧૨.૧૯
ગુરુવાર ૧૯ સપ્ટેમ્બર, બપોરે ૧૨.૨૪ અને મધરાત બાદ ૧.૦૩
શુક્રવાર ૨૦ સપ્ટેમ્બર, બપોરે ૧.૦૨ અને મધરાત બાદ ૧.૪૭
શનિવાર ૨૧ સપ્ટેમ્બર, બપોરે ૧.૪૨ અને મધરાત બાદ ૨.૩૩