07 July, 2024 08:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
નવી મુંબઈના પનવેલમાં આવેલી કલ્પતરુ રિવરસાઇડ હાઉસિંગ સોસાયટીએ સૌથી મોટી ૩૦૦ કિલોવૉટ કૅપેસિટીની સોલર પાવર સિસ્ટમ ઇન્સ્ટૉલ કરી છે. અંદાજે ૧.૨૦ કરોડ રૂપિયાના ખર્ચે ત્રણ મહિનામાં ઇન્સ્ટૉલ કરવામાં આવેલી આ સિસ્ટમ દર મહિને ૩૬,૦૦૦ યુનિટ પાવર જનરેટ કરશે એટલે સોસાયટીના વાર્ષિક વીજળીના બિલમાં ૭૦ લાખ રૂપિયાની બચત થવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. નવી મુંબઈમાં વીજળી પૂરી પાડતી મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ (MSEDCL) હાઉસિંગ સોસાયટીનું વીજળીનું બિલ ઓછું કરવા માટે ટેરેસ પર સોલર સિસ્ટમ ઇન્સ્ટૉલ કરવામાં મદદ કરે છે. આ કંપનીની મદદથી જ પનવેલની સોસાયટીએ આ સોલર પાવર સિસ્ટમ ઇન્સ્ટૉલ કરી હોવાનું સોસાયટીની કમિટીના સભ્યોએ કહ્યું હતું.