આ રક્ષાબંધન પર કરો પ્રકૃતિની 'રક્ષા' અને નિભાવો કુદરત સાથેનું 'બંધન'

12 August, 2019 10:34 AM IST  |  મુંબઈ | ફાલ્ગુની લાખાણી

આ રક્ષાબંધન પર કરો પ્રકૃતિની 'રક્ષા' અને નિભાવો કુદરત સાથેનું 'બંધન'

આ રક્ષાબંધન પર કરો પ્રકૃતિની 'રક્ષા'

આવી રહ્યો છે બહેન અને ભાઈના પવિત્ર સંબંધોને સાચવવાનો, તેની ઉજવણી કરવાનો તહેવાર. એટલે કે રક્ષાબંધન. જ્યારે બહેન ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને તેની રક્ષાની કામના કરે છે. ભારતીય સંસ્કૃતિમાં આ તહેવારનું ખાસ મહત્વ છે. પરંતુ શું તમે ક્યારેય એ વિચાર્યું છે કે એ રાખડીનું પછી શું થાય છે?

રાખડી બાંધી દેવામાં આવી હોય પછી થોડા દિવસ પછી તેને છોડીને ક્યાંક સાચવીને રાખવામાં આવે છે, અથવા તો તેનો ક્યાંક નિકાલ કરવામાં આવે છે. શું તમે વિચાર્યું છે કે, એ રાખડીનું પછી શું થાય છે? રાખડીમાં તે મટીરીયલ એટલે કે પ્લાસ્ટિક અને મેટલનો ઉપયોગ થાય છે તે પ્રકૃતિ માટે કેટલું નુકસાનકારક છે? ભાઈની રક્ષાની કામના કરતા સમયે આપણે પ્રકૃતિનું મોટું નુકસાન કરીએ છે. તો શું આપણે કુદરત માટે કાંઈ ન કરી શકીએ?


ભાઈને બાંધો ઈકો-ફ્રેન્ડલી રાખડી..
તો આ રક્ષાબંધન તમે પણ પ્રકૃતિના રક્ષણ માટે કાંઈક કરી શકો છો. ભાઈની સાથે સાથે કુદરતની પણ રક્ષા કરી શકીએ છે. અને તેવું કરી શકીએ છે, ઈકો-ફ્રેન્ડલી રાખડી બાંધીને. જેમાં કોટન ક્લોથ અને સીડ બોમ્બનો ઉપયોગ કરવામાં આવે છે. જે માટીમાંથી બને છે અને તેમાં બીજ હોય છે. જેને માટીમાં વાવી દેવાથી તેમાંથી છોડ ઉગી નીકળે છે. સાથે જ જે કોટનનો દોરો હોય છે તે ડી-કંપોઝ થઈ જાય છે. જેથી પ્રકૃતિને કોઈ જ નુકસાન નથી થતું.

પ્રકૃતિની કરો રક્ષા..
ઈકો-ફ્રેન્ડલી રાખડી મુંબઈના માનસી શાહ બનાવે છે. જેઓ પ્રકૃતિને બચાવવાનો અને તેની જાળવણી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ જાતે જ આ રાખડી બનાવે છે. અને ખ્યાલ રાખે છે કે રાખડીનો કોઈ પણ ભાગ એવો ન હોય જે પ્રકૃતિને નુકસાન કરે.

આ પણ જુઓઃ મળો એક એવી ગુજરાતી યંગસ્ટરને જેણે લીધી છે પ્રકૃતિને બચાવવાની નેમ

માનસી જે રાખડી બનાવે છે, તેની કિંમત 55 થી 60 રૂપિયા હોય છે. જે સામાન્ય રાખડીની કિંમતમાં જ આવે છે. માનસી કહે છે કે હજુ લોકોમાં એટલી જાગૃતિ નથી આવી, પરંતુ જે લોકોને સમજમાં આવે છે તે લોકો ખરીદે છે. અને હવે તો લોકો તેની પ્રશંસા પણ કરે છે અને પ્રકૃતિને ઓછું નુકસાન થાય તેવા પ્રયત્નો કરે છે.


gujarati mid-day