ફોટોગ્રાફરે Gateway Of India પાસે દરિયામાં ડૂબતી મહિલાને આ રીતે બચાવી, જુઓ વીડિયો

13 July, 2021 02:52 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઈરલ થયો છે. જેમાં મુંબઈ ગેટવે ઓફ ઈન્ડિયા પાસે દરમિયા પડી ગયેલી મહિલાને ઓક ફોટો ગ્રાફર બચાવતો જોવા મળી રહ્યો છે.

તસવીરઃ (સુરેશ કરકેરા)

મુંબઈ ગેટવે ઓફ ઈન્ડિયા નજીક એક મોટી ઘટના બની હતી. , જેનો વીડિયો સોશિયલ મીડિયા પર બહુ જ વાયરલ થઈ રહ્યો છે. એક મહિલા અચાનક 20 ફૂટ નીચે સમુદ્રમાં પડી ગઈ હતી. જે બાદ મહિલાનો જીવ બચાવવા 50 વર્ષીય વ્યક્તિ સમુદ્રમાં કૂદી પડ્યો હતો.


મળતી માહિતી મુજબ આ બધું ત્યારે બન્યું જ્યારે મહિલા સમુદ્ર જોવા ગઈ હતી અને બેઠી હતી તે સમયે સંતુલન બગડવાને કારણે તે 20 ફૂટ નીચે સમુદ્રમાં પડી હતી. આ ઘટના બનતાં જ આસપાસના લોકોમાં હડકંપ મચી ગયો હતો.  આ દરમિયાન  ત્યાં હાજર પર્યટક ફોટોગ્રાફર ગુલાબચંદ ગૌંડને ડૂબી રહેલી મહિલાને બચાવવા દરિયામાં કૂદી પડ્યો હતો.

એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્થળ પર હાજર લોકોએ દોરડા અને એક ટ્યુબને 20 ફૂટ નીચે પાણીમાં ફેંકી હતી, જેની મદદથી મહિલાને દરિયામાંથી બહાર કાઢવામાં આવી હતી. આ ઘટનાના વીડિયોમાં તે સ્પષ્ટપણે દેખાય છે કે દરિયામાં પાણીનો પ્રવાહ ખૂબ જ ઝડપથી વહી રહ્યો હતો. તે કહેવું ખોટું નથી કે જો ફોટોગ્રાફર ગુલાબચંદ અથવા કોઈ બીજા મહિલાને બચાવવા કૂદયા ના હોત તો મોટી દુર્ઘટના બની હોત.

તમને જણાવી દઈએ કે આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ સાથે જ યુર્ઝસ 50 વર્ષીય ફોટોગ્રાફર ગુલાબચંદની પ્રશંસા કરી રહ્યા છે અને તેમના જોરદાર વખાણ કરતા જોવા મળી રહ્યા છે.

mumbai mumbai news gateway of india viral videos