જલગાંવમાં દિવ્યાંગ યુવતીએ પગના અંગૂઠા વડે કર્યું તિલક, ફડણવીસ થયા ભાવુક

28 June, 2023 04:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પ્રોજેક્ટના નિરીક્ષણ દરમિયાન એક વિકલાંગ યુવતીએ ફડણવીસની પગના અંગૂઠા વડે આરતી ઉતારી હતી. આ સમયે ફડણવીસે તેનો આભાર માન્યો હતો અને આ ઘટનાથી તેમની આંખો ભીની જોવા મળી હતી.

તસવીર સૌજન્ય: દેવેન્દ્ર ફડણવીસનું ટ્વિટર એકાઉન્ટ

દેવેન્દ્ર ફડણવીસ જલગાંવ શહેરમાં એક કાર્યક્રમ માટે જઈ રહ્યા હતા ત્યારે `મનોબલ` સ્કૂલની એક વિકલાંગ છોકરીએ પગથી તેમની આરતી ઉતારી હતી. આ બાબતે દેવેન્દ્ર ફડણવીસે ટ્વિટર પર પોસ્ટ કરીને આ દિવ્યાંગ યુવતીનો આભાર વ્યક્ત કર્યો હતો.

તેઓએ ટ્વિટર પર લખ્યું હતું કે, “આજ સુધી અનેક માતા-બહેનોએ આશીર્વાદ સ્વરૂપે આરતી કરી છે અને તિલક કર્યું છે. આજે પણ એ જ અનુભૂતિ સાથે મારા કપાળ પર તિલક કરવા માટે એક અંગૂઠો પહોંચ્યો... પણ આ વખતે તે હાથનો અંગૂઠો નહોતો, પગનો હતો.જીવનમાં આવતી આવી ક્ષણો ભાવુક કરી નાખે છે, આંખો ભીની કરી દે છે, પણ થોડીક ક્ષણો માટે જ. કારણ કે જ્યારે આ બહેને પગના અંગૂઠા વડે મારા કપાળ પર તિલક લગાવ્યું, એ જ અંગૂઠા વડે આરતી કરી ત્યારે તેના ચહેરા પરના સ્મિત અને આંખોની ચમકમાં સ્પષ્ટ દેખાતું હતું કે તે કહી રહી હતી કે, "કોઈ મને કેમ હરાવશે, મને કોઈની સહાનુભૂતિની જરૂર નથી, મને કોઈની દયાની જરૂર નથી, હું પોતે મજબૂત છું.”

આ સાથે જ તેઓએ ઉમેર્યું હતું કે, “તેને જોઈને મેં એટલું જ કહ્યું, "બહેન, તમે લડો છો તે દરેક યુદ્ધમાં અમે તમારી સાથે છીએ." મુખ્યમંત્રી એકનાથ શિંદે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે જલગાંવની મુલાકાતે ગયા હતા. આ પ્રસંગે તેમણે જલગાંવમાં વિકલાંગ બાળકો માટેના મનોબળ પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેમણે પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું હતું અને બાળકો સાથે વાર્તાલાપ પણ કર્યો હતો.

પ્રોજેક્ટના નિરીક્ષણ દરમિયાન એક વિકલાંગ યુવતીએ ફડણવીસની પગના અંગૂઠા વડે આરતી ઉતારી હતી. આ સમયે ફડણવીસે તેનો આભાર માન્યો હતો અને આ ઘટનાથી તેમની આંખો ભીની જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જલગાંવ શહેરમાં ‘શાસન અપલ્યા દારી’ પહેલનું ઉદ્ઘાટન કર્યું હતું.

અગાઉ દેવેન્દ્ર ફડણવીસે જલગાંવ શહેરમાં વિકલાંગ બાળકો માટે કામ કરતી સંસ્થા મનોબળની મુલાકાત લીધી હતી. મનોબળ સંસ્થાનું નિરીક્ષણ કર્યા બાદ તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તે જ સમયે વિકલાંગ શાળાની એક યુવતીએ દેવેન્દ્ર ફડણવીસની આરતી ઉતારીને સ્વાગત કર્યું હતું. જ્યારે યુવતીએ પગનો અંગૂઠો લઈને તેમને તિલક કર્યું ત્યારે દેવેન્દ્ર ફડણવીસ ભાવુક થઈ ગયા હતા. `બહેન તમે લડતા રહો, અમે તમારી સાથે છીએ` કહીને તેમને આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે દેવેન્દ્ર ફડણવીસ સહિત અનેક મંત્રીઓ અને ભાજપ-શિવસેના પાર્ટીના નેતાઓ હાજર રહ્યા હતા.

devendra fadnavis eknath shinde jalgaon maharashtra news muharashtra