મતદાન કરવા બેડરેસ્ટમાંથી ઊઠ્યા ઘાટકોપરના ૬૯ વર્ષના દિલીપ મહેતા

21 May, 2024 10:07 AM IST  |  Mumbai | Rohit Parikh

અલ્સરનું ઑપરેશન થયું હોવાને કારણે છેલ્લા ત્રણ મહિનાથી ઘરમાં બેડરેસ્ટ પર છે

દિલીપ મહેતા

ઘાટકોપર (ઈસ્ટ)ની રામબાણ લેનમાં રહેતા ૬૯ વર્ષના દિલીપ મહેતા ત્રણ મહિનાથી એક પગમાં વૅરિકોઝ વેઇન્સનું અને બીજા પગમાં અલ્સરનું ઑપરેશન થયું હોવાને કારણે છેલ્લા ત્રણ મહિનાથી ઘરમાં બેડરેસ્ટ પર છે. જોકે તેમણે ગઈ કાલે આ જ હાલતમાં નજીકમાં આવેલી યુનિવર્સલ સ્કૂલમાં લાકડીના ટેકે જઈને મતદાન કર્યું હતું. દિલીપ મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નાનપણમાં પોલિયોનાં બે ઓપરેશન થવાથી મને ચાલવાની તકલીફ જ છે. એમાં ત્રણ મહિના પહેલાં બે ઑપરેશનને કારણે શારીરિકની સાથે માનસિક હિંમત પણ હારી ગયો છું. બિલ્ડિંગમાં લિફટ હોવા છતાં નીચે ઊતરવાની હિંમત થતી નથી. આ ઉપરાંત રોડ અને ગટરના કામ માટે અમારી ગલી ખોદી નાખી છે. આ સ્થિતિમાં મતદાન કરવા કેમ જઈશ એ ટેન્શન હતું. જોકે ગમે એમ કરીને મતદાન કરવું તો હતું જ. આથી મારી પુત્રી અને પાડોશીઓએ મને માનસિક રીતે તૈયાર કર્યો હતો. આખરે હું સફળતાપૂર્વક મતદાન કરી શક્યો હતો.’

mumbai mumbai news Lok Sabha Election 2024 gujaratis of mumbai