27 September, 2024 08:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કાંદિવલી-વેસ્ટમાં એસ. વી. રોડ પર આવેલી બાલભારતીમાં આપણું સાહિત્ય પરિવારો સુધી પહોંચે એ હેતુથી શરૂ કરાયેલી બાલભારતી પારિવારિક ‘વાર્તાવંત’ શ્રેણીનો ત્રીજો મણકો આવતી કાલે શનિવાર, ૨૮ સપ્ટેમ્બરે સાંજે સાત વાગ્યે યોજાશે. આ ત્રીજા મણકામાં વાર્તાકાર આરતી મર્ચન્ટ તેમ જ તેમના પરિવારના સભ્યોમાં તેમની દીકરીઓ જીલ અને રાજવી, તેમના દિયર કુલીન સંપટ, દેરાણી હેતલબહેન સંપટ આરતીબહેન લિખિત ટૂંકી વાર્તા, લઘુકથા અને માઇક્રોફિક્શન કથાનું ભાવવાહી શૈલીમાં પઠન કરશે. કાર્યક્રમમાં સમગ્ર મર્ચન્ટ પરિવાર શ્રોતા બનીને હાજર રહેશે. કાર્યક્રમના અંતે તેમના પરિવારના જય મર્ચન્ટ કાર્યક્રમ વિશે પોતાના વિચારો રજૂ કરશે. સૌ વાર્તારસિકોને આ જાહેર કાર્યક્રમમાં પધારવા આયોજકો દ્વારા ભાવભીનું આમંત્રણ છે. જો કોઈના પરિવારના સભ્યોને વાર્તા વાંચવાની ઇચ્છા હોય તો હેમંત કારિયાનો 98211 96973 નંબર પર સંપર્ક કરવો.