મુંબઈ મેટ્રોની કમાન હવે મહિલાઓના હાથમાં, આ સ્ટેશનનું સંચાલન કરશે નારી શક્તિ

08 March, 2023 04:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈ મેટ્રો(Mumbai Metro)માં એક નવો ઈતિહાસ રચવા જઈ રહ્યો છે. મેટ્રોની કમાન હવે મહિલાઓને સોંપવામાં આવી રહી છે.

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ મેટ્રો(Mumbai Metro)માં એક નવો ઈતિહાસ રચવા જઈ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ(International Women`s Day) પર તમામ મહિલાઓ માટે ગૌરવ અને પ્રેરણાની વાત છે.  હવે મુંબઈ મેટ્રો 7 અને 2Aની હેઠળ આકુર્લી અને અક્સર મેટ્રો સ્ટેશનનું સમગ્ર સંચાલન મહિલાઓના હાથમાં હશે. MMRDA અને MMMOCLએ મેટ્રોમાં મહિલા કર્મચારીઓને વધુ સશક્ત બનાવવાની દિશામાં આ પગલું લીધું છે. 

તાજેતરમાં શરૂ થયેલો મેટ્રો રૂટ 2A અને મેટ્રો -7નું આકુર્લી અને અક્સર સ્ટેશનનું સમગ્ર સંચાલન મહિલાઓને સોંપવામાં આવ્યું છે. સફાઈકર્મી, સુરક્ષા ગાર્ડથી લઈ મેનેજમેન્ટ સહિતની 76 મહિલા કર્મી સ્ટેશન પર પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરશે. 

મુંબઈમાં સેન્ટ્રલ રેલવે માટુંગા સ્ટેશનનું સંચાલન વર્ષોથી મહિલાઓ કરતી આવી છે. હવે દેશમાં પહેલી વાર મેટ્રો સ્ટેશનના સંચાલનની જવાબદારી મહિલાઓને સોંપવામાં આવી છે. ઉપર ઉલ્લેખનીય બંને સ્ટેશનનું પુરુ નિયંત્રણ ત્રણ પાળીઓમાં મહિલાઓ સંભાળશે. એમએમઆરડીએ અધિકારી શ્રીનિવાસ અનુસાર આ પહેલથી ન માત્ર પરિવહન ક્ષેત્રમાં મહિલાઓના ક્ષમતા વધશે પરંતુ મહિલાઓને અન્ય ક્ષેત્રમાં કરિયર બનાવવા માટે પણ પ્રેરણા મળશે. 

આ પણ વાંચો: હવે તો શ્વાસ લેવામાં પણ ખતરો! વિશ્વમાં 1 ટકાથી પણ ઓછી શુદ્ધ હવા,અભ્યાસ

મહિલા યાત્રીઓ માટે અલગ મેટ્રો કોચ, અલગ શૌચાલય અને એક ટ્રોલ ફ્રી હેલ્પલાઈન નંબર 1800 889 0808 પણ ઉપલબ્ધ છે. 

mumbai news mumbai metro womens day international womens day