01 December, 2022 07:25 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ ટ્રાફિક પોલીસ (Mumbai Traffic Police) દ્વારા જાહેર એક ઑફિશિયલ નિવેદન(Official Statement) પ્રમાણે કાલે 2 ડિસેમ્બરના (2nd December) એક વીવીઆઇપી (VVIP)ના પ્રી-શેડ્યૂલ (Pre-Schedule) પ્રવાસને કારણે ઉપનગર અને દક્ષિણ બૉમ્બે (Mumbai Traffic Updates)ના વિસ્તારોમાં ટ્રાફિકની (Slow Moving Traffic) ગતિ ધીમી રહેશે.
ભારતીય નૌસેના 1 ડિસેમ્બરથી 4 ડિસેમ્બર 2022 સુધી ગેટવે ઑફ ઈન્ડિયા, મુંબઈમાં બીટિંગ રિટ્રીટ અને ટેટૂ સમારોહ 22નું આયોજન કરશે. આથી, ઈવેન્ટ દરમિયાન 5થી7 અને ઇવેન્ટના થોડોક સમય પહેલા અને પછી રીગલ સર્કલથી રેડિયો ક્લબ સુધી રોડ વાહનોના આવાગમન માટે ઉપલબ્ધ નહીં હોય.
આ સિવાય, સાંતાક્રૂઝ, વાકોલા, બાન્દ્રા-વર્લી સી લિન્ક, હાજી અલી, બેન્ડસ્ટેન્ડ, ઍર ઈન્ડિયા, રીગલ સર્કલ વચ્ચે 11 વાગ્યાથી 12.30 વાગ્યા સુધી અને અઢી વાગ્યાથી પાંચ વાગ્યા સુધી આવાગમન ધીમું રહેશે.
આ પણ વાંચો : Photos: વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર બે દિવસથી ભયંકર ટ્રાફિક જામ, આ છે કારણ
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ અનેક વીવીઆઇપી મૂવમેન્ટ અને અન્ય કારણોસર મુંબઈકરને આ રીતે ટ્રાફિકનો સામનો કરવો પડે છે. તાજેતરમાં અંધેરીનો ગોખલે બ્રિજ રિપેર થઈ રહ્યો છે તેવામાં જે 5 મિનિટનો રસ્તો છે તેને બદલે મુંબઈકરોને એક કલાકથી વધારેનો સમય ફાળવવો પડી રહ્યો છે એટલું જ નહીં એક જ અઠવાડિયામાં લગભગ ત્રણથી ચાર વાર વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર પણ લોકોએ ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો હતો. જેની કેટલીક તસવીરો તમને અહીં જોવા મળી શકે છે. ટ્રાફિક જામ થવાને કારણે લોકોનો સમય તો બગડે જ છે પણ સાથે ધ્વનિ અને વાયુ પ્રદુષણમાં પણ વધારો થાય છે. દિલ્હીની જેમ હવે મુંબઈની હવામાં અશુદ્ધતાના તત્વો વધતા જોવા મળતા અનેક અહેવાલો જોવા મળે છે.