૩૦૦૦ ઇન્ડસ્ટ્રિયલ યુનિટ માટે માત્ર ૧૨ સેફ્ટી-ઇન્સ્પેક્ટર

26 May, 2024 11:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડોમ્બિવલી MIDCમાં જ ૫૦૦થી વધુ ઇન્ડસ્ટ્રિયલ યુનિટ્સ છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ડોમ્બિવલીના મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (MIDC)ના ફેઝ-ટૂની અમુદાન કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બ્લાસ્ટ થયા બાદ જણાઈ આવ્યું છે કે ડોમ્બિવલી, ​​ભિવંડી, શહાપુર, મુરબાડ, અંબરનાથ, બદલાપુર અને કલ્યાણ ડિવિઝનના MIDCમાં આવેલાં ૩૦૦૦ ઇન્ડસ્ટ્રિયલ યુનિટ્સની સેફ્ટીની ચકાસણી કરવા માટે માત્ર ૧૨ જ સેફ્ટી-ઇન્સ્પેક્ટર છે. આથી આટલાં બધાં યુનિટ્સમાં સેફ્ટીની ચકાસણી થવા સામે સવાલ ઊભા થયા છે. ડોમ્બિવલી MIDCમાં જ ૫૦૦થી વધુ ઇન્ડસ્ટ્રિયલ યુનિટ્સ છે. એમાંથી ૧૫૬ કેમિકલની કંપનીઓ છે. આ યુનિટમાં સેફ્ટીના નિયમોનું પાલન કરવામાં આવે છે કે કેમ એની વર્ષમાં બે વખત ચકાસણી કરવાની હોય છે. કલ્યાણ ડિવિઝનના એક સેફ્ટી-ઇન્સ્પેક્ટરે કહ્યું હતું કે ‘MIDCમાં મોટાં યુનિટ્સ આવેલાં છે. એક યુનિટની સેફ્ટી‌ ચેક કરવામાં બેથી ત્રણ દિવસ લાગે છે. આવી રીતે એક ઇન્સ્પેક્ટરે ૫૦૦ યુનિટ ચકાસવામાં મુશ્કેલી થઈ રહી છે એટલે વધુ ઇન્સ્પેક્ટરની નિયુક્તિ કરવાની લાંબા સમયથી માગણી કરવામાં આવી રહી છે, પણ કોઈ સાંભળતું નથી.’

mumbai news mumbai dombivli kalyan fire incident