13 December, 2024 12:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઔસાના ખેડૂતોને મોકલવામાં આવેલી વક્ફ બોર્ડની નોટિસ.
વક્ફ બોર્ડે લાતુર જિલ્લાના તળેગાવની ૩૦૦ એકર જમીન પોતાની હોવાનો દાવો કર્યા બાદ લાતુરના ઔસા તાલુકાની ૧૭૫ એકર ખેતીની જમીન પણ વક્ફ બોર્ડની હોવાનો દાવો કરતી નોટિસ મોકલી હોવાનું જાણવા મળ્યું હતું. લાતુરના ઔસા તાલુકાના બુધોડા ગામના ખેડૂતોને વક્ફ બોર્ડે નોટિસ મોકલીને ૧૭૫ એકર જમીન બોર્ડની હોવાનો દાવો કર્યો છે. નોટિસ મળ્યા બાદ બુધોડા ગામના ૨૫ ખેડૂતો એનો જવાબ આપવા માટે કોર્ટમાં પહોંચ્યા છે. ખેડૂતોએ કહ્યું છે કે તેમના નામની ગામની જમીનમાં અનેક પેઢીથી તેમનો પરિવાર ખેતી કરે છે, અચાનક વક્ફ બોર્ડ આ જમીન પર દાવો ન કરી શકે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં વક્ફ બોર્ડે તળેગાવના ૧૦૩ ખેડૂતોની માલિકીની ૩૦૦ એકર જમીન પોતાની હોવાનો દાવો કરીને નોટિસ મોકલી હતી.