ઘાટકોપર કચ્છ રત્ન અવૉર્ડના વીસમા વર્ષની ઉજવણી થઈ : ૧૧ વ્યક્તિઓનું બહુમાન થયું

12 July, 2024 11:21 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઘાટકોપર ગુજરાતી સમાજ પ્રેરિત કચ્છી નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી

ઘાટકોપર કચ્છ રત્ન અવૉર્ડ સમારંભ

સોમવારે ઘાટકોપરમાં શ્રી ઘાટકોપર કચ્છ વાગડ વિકાસ સમાજ આયોજિત અને ઘાટકોપર ગુજરાતી સમાજ પ્રેરિત કચ્છી નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. અષાઢી બીજ નિમિત્તેની આ ઉજવણીમાં ઘાટકોપરના જુદાં-જુદાં ક્ષેત્રોના પ્રૉમિનન્ટ કચ્છીઓને ઘાટકોપર કચ્છ રત્ન અવૉર્ડથી નવાજવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન ભૂતપૂર્વ સંસદસભ્ય મનોજ કોટક હતા તથા હેમંત કારાણી, મયૂર સોતા, દિનેશ ચાંદ્રા, ઉમંગ કુવાડિયા અને ગોવિંદભાઈ પટેલ અતિથિ તરીકે પધાર્યા હતા.

આ વર્ષે કરશનભાઈ ગોઠી, નવીનગિરિ ગોસ્વામી, વસંત મોતા, સંદીપ વોરા, ભાવેશ મારુ, મહેશ ઈસાસરિયા, સુભાષ પટેલ, ડૉ.વંદના પલણ, ધર્મેશ માવ, શાંતા ગાલા અને હીરુબહેન છેડાને નવાજવામાં આવ્યાં હતાં. પ્રવીણ છેડા, જિતેન્દ્ર મહેતા અને જિજ્ઞેશ ખિલાણી દ્વારા થતા આ આયોજનનું આ વીસમું વર્ષ હતું.

mumbai news mumbai kutchi community gujarati community news gujaratis of mumbai ghatkopar