31 December, 2024 07:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
હેલ્મેટ ન પહેરતા કે સિગ્નલ જમ્પ કરતા બાઇકર્સને ચલણ ફાડી તેમની પાસેથી દંડ વસૂલ કરનાર ટ્રાફિક-પોલીસે હવે ઈ-બાઇક (નંબર પ્લેટ વગરની) સામે પણ કાર્યવાહી કરવાનું ચાલુ કર્યું છે.
નાની અને ઓછી કૅપેસિટીની ઈ-બાઇક ચલાવનારાઓ નિયમોનો ભંગ કરીને મનફાવે એમ તેમની બાઇક ચલાવતા હોવાથી રસ્તા પરના અન્ય વાહનચાલકોને તકલીફ થાય છે અને તેમના જીવ સામે જોખમ ઊભું કરે છે એટલે હવે તેમની સામે પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
ટ્રાફિક પોલીસે ૧૮ ડિસેમ્બરથી ૨૯ ડિસેમ્બર સુધીમાં કુલ ૬૭૨ ઈ-બાઇક ચલાવનારાઓ સામે કાર્યવાહી કરી છે. તેમની સામે કાર્યવાહી કરવાનું એક સ્પેશ્યલ અભિયાન આખા મુંબઈમાં ચલાવવામાં આવ્યું હતું. આ કાર્યવાહી અંતર્ગત ૧૮૦ ઈ-બાઇકસવાર સ્વિગી, ઝોમાટો સહિતની કંપનીઓના ડિલિવરી બૉય હોવાનું ટ્રાફિક પોલીસે જણાવ્યું હતું.