midday

ટોરેસનો મુદ્દો મુખ્ય પ્રધાન સાથેની મીટિંગમાં ઉપાડ્યો આદિત્ય ઠાકરેએ

10 January, 2025 02:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દાદરના ‌શિવાજી પાર્ક પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા છેતરાયેલા અનેક રોકાણકારો જઈ રહ્યા છે
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથેની મીટિંગમાં આદિત્ય ઠાકરે.

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથેની મીટિંગમાં આદિત્ય ઠાકરે.

પ્લૅટિનમ હર્ન પ્રાઇવેટ લિમિટેડ કંપનીની ટોરેસ જ્વેલરી બ્રૅન્ડના નામે શરૂ કરવામાં આવેલી પૉન્ઝી સ્કીમમાં સવા લાખ જેટલા રોકાણકારોને ૧૦૦૦ કરોડ રૂપિયાનો ચૂનો લગાવીને એના માલિક યુક્રેન ભાગી ગયા હોવાનું બહાર આવ્યા બાદ હવે દાદરના ‌શિવાજી પાર્ક પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા છેતરાયેલા અનેક રોકાણકારો જઈ રહ્યા છે.

ગઈ કાલે શિવાજી પાર્ક પોલીસ-સ્ટેશન પર ભેગા થયેલા રોકાણકારો. તસવીર: આશિષ રાજે

ગઈ કાલે રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે મુંબઈના પ્રોજેક્ટ્સને લઈને આદિત્ય ઠાકરેએ કરેલી મીટિંગમાં પણ ટોરેસનો મુદ્દો ઉપાડ્યો હતો અને આરોપીને પકડીને રોકાણકારોને તેમના પૈસા પાછા અપાવવાની વાત કરી હતી. પ્લૅટિનમ હર્ન પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ રોકાણની સામે અઠવાડિયાનું ૬થી ૧૧ ટકા વ્યાજ આપવાની વાત કહી હતી અને રિયલ ડાયમન્ડના નામે નકલી દાગીના પધરાવ્યા હતા.

mumbai news mumbai devendra fadnavis aaditya thackeray shivaji park mumbai police